જામનગરમાં તિરંગા યાત્રા વચ્ચે એક નજર ઇધર ભી...સાહેબો..!
જામનગરમાં તિરંગા યાત્રા વચ્ચે એક નજર ઇધર ભી...સાહેબો..!
August 14, 2026 02:38 PM
જામનગરમાં તિરંગા યાત્રા વચ્ચે એક નજર ઇધર ભી...સાહેબો..!
ભારતના આઝાદીના અમૃત મહોત્સવની ભાવનાને ઉજાગર કરવા જામનગર શહેર-જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનો સીલસીલો ચાલી રહ્યો છે. ત્યારે શહેરમાં ભારતના રાષ્ટ્રઘ્વજની ગરીમા ન જળવાતી હોય એટલે કે અપમાન સમાન દ્રશ્ય જોવા મળ્યું છે. કારણ કે, શહેરના વોર્ડ નં.૯ માં આણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલી મનપાની વોર્ડ ઓફીસમાં પાછળની બાજુએ ખુલ્લી જગ્યામાં રાષ્ટ્રઘ્વજ અસ્તવ્યસ્ત હાલતમાં જમીન પર પડયા હોય અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે શહેરમાં રાષ્ટ્રઘ્વજની ગરીમા જળવાઇ રહે તેની પૂરી તકેદારી વહીવટી તંત્રએ રાખવી જોઇએ તેવી માંગ શહેરીજનોમાં ઉઠી છે.