દુષ્કાળગ્રસ્ત હાલારના હાલ: કાલાવડ, સલાયા ટેન્કર ભરોસે
ગામડાઓની સ્થિતિ બની રહી છે ભારે ચિંતાજનક: ઉનાળામાં તો ભયાવહ દ્રશ્યો સર્જાઇ શકે છે: ખેતી તો બરબાદ થઇ જ છે, પરંતુ પીવાના પાણીનાં પણ સાંસા પડવાના દિવસો નજીક
જામનગરના કાલાવડ અને દ્વારકાના સલાયામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે સરકાર દ્વારા ગુજરાત રાજયના ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય જાહેર કરાઇ છે, હાલ કાલાવડ અને સલાયામાં પીવાના પાણી માટે ટેન્કરો ચાલી રહ્યા છે, સરકાર દ્વારા ટેન્કરોની વ્યવસ્થા કરાઇ છે. બન્ને તાલુકામાં ખેડુતોના ખેતર સાવ સુકાઇ ગયા છે, પાણી માટે તરસી રહ્યા છે તો ગ્રામજનોમાં પીવાના પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, કેટલાક ગામોમાં તો એક એક અઠવાડિયા પછી પાણી આવે છે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયનો પણ વિરોધ થઇ રહ્યો છે. હાલ ખેડુતો અને ગ્રામજનો સરકાર સમક્ષ વધુ સહાય આપવા તેમજ પાણીની વ્યવસ્થા કરવા માંગ કરાઇ છે.
ચોમાસાની ઋતુમાં વરસાદની ભારે ખેંચ અને પરિણામે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકના અસરગ્રસ્ત વિસ્તારો પૈકી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના દુષ્કાળ મેન્યુઅલ અને રાજ્યના મહેસૂલ તથા કૃષિ વિભાગના આનાવારી અહેવાલ તેમજ વરસાદના આંકડાઓની ઝીણવટભરી સમીક્ષા બાદ આ બંને જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર હોવાનું જણાતાં સરકારે તાકીદે સહાય અને રાહત પગલાંની જાહેરાત કરી છે. આ નિર્ણયથી જામનગર અને દ્વારકા પંથકના હજારો ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ જનતાને મોટી આર્થિક રાહત અને સરકારી સહાય મળવાનો માર્ગ મોકળો થયો છે.
જામનગર જિલ્લાનાં ધ્રોલ, જોડીયા, ફલ્લા, કાલાવડ, લાલપુર, જામજોધપુર તેમજ દ્વારકા જિલ્લાનાં ખંભાળીયા, વાડીનાર, ભાટીયા, ભોગાત, કલ્યાણપુર, ભાણવડ, સલાયા, દ્વારકા, ઓખા, મીઠાપુર સહિત અનેક ગામોમાં પાણીની અછતને લઇને વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. ગત ચોમાસાની ઋતુમાં મેઘરાજા બન્ને જિલ્લાઓ પર રૂઠયા હતા ત્યારે અનેક ગામોમાં લોકોને પીવાના પાણીની પણ તંગી સર્જાઇ છે, કેટલાક ગામોમાં તો આઠથી દસ દિવસે પાણી મળી રહે છે. હાલ સરકાર દ્વારા પીવાના પાણી માટે કેટલાક ગામોમાં પાણીની ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કાલાવડ અને સલાયા તાલુકામાં સરકાર દ્વારા પીવાના પાણી માટેના ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ ટેન્કરના સહારે લોકો પોતાની જરૂરિયાત પુરી કરી રહ્યા છે પરંતુ સમસ્યા તો તેમની તેમ ઉભી જ છે.
સલાયા તાલુકામાં કેટલાક ખેડુતોના ખેતરો સાવ સુકાઇ જ ગયા છે તો કેટલાક ખેડુતોએ પાક વાવ્યો હતો તે સંપુર્ણ નિષ્ફળ ગયો છે તેનુ માત્ર એક જ કારણ હતું તે પાણી છે. પાણીના અભાવને કારણે સલાયાના કેટલાક ગામોમાં પીવાના પાણી સહિત માલધારીઓના પશુધન માટે ઘાસચારાની પણ તંગી સર્જાઇ છે, લોકો પાણી માટે તરસી રહ્યા છે તો પશુઓ પણ ઘાસચારા માટે ભુખ્યા છે. સરકાર દ્વારા રાહતભાવે ઘાસચારો આપવામાં આવ્યો છે પરંતુ પશુધન માટે તે પુરતુ રહેતુ નથી , માત્ર રૂ. ર માં કિલોના ભાવે ઘાસચારો અપાય છે પરંતુ તે અમુક જ કિલો પુરતું રહે છે અને તેનું વિતરણ એક અઠવાડિયામાં એક જ વાર થાય છે. અને તે પશુધન માટે અપુરતુ રહે છે.
કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં અપૂરતા વરસાદને કારણે ખેડુતોની જમીનો ફાટી ગઇ છે તો કેટલાક ખેડુતોના પાક સુકાઇ ગયા છે, તો કેટલીક જગ્યાએ ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા થઇ રહી છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા દુષ્કાળગ્રસ્તની સહાયનો ખેડુતો વિરોધ કરી રહ્યા છે, કેમ કે થોડાક સમય પહેલા જ સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડુતોને હેકટરદીઠ રર૦૦૦ અપાયા હતા તો હાલ માત્ર ૮૫૦૦ જ કેમ? તેવા કેટલાક સવાલો કાલાવડના ખેડુતો કરી રહ્યા છે. કાલાવડમાં હાલ પાણીને લઇને વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ખાસ કરીને ગ્રામજનો પાણી માટે તરફડી રહ્યા છે, પીવાના પાણી સહિત ખેડુતોની ખેતી માટે પાણીની પરિસ્થિતિ વિકટ બની છે.
આ વર્ષે જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓમાં મેઘરાજાની અનિયમિતતા અને લાંબા ખેંચાણને કારણે મોટાભાગના તાલુકાઓમાં સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. ખરીફ પાકો સુકાઈ જવાના આરે પહોંચ્યા હતા અને ખેતરોમાં ઉત્પાદન નહિવત્ જેવું થતાં ખેડૂતો માથે મોટું દેવું થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ઉપરાંત સ્થાનિક જળાશયો, ડેમો અને ભૂગર્ભજળના સ્તર ચિંતાજનક રીતે નીચે ઉતરી જતાં ગ્રામીણ વિસ્તારોમાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી. સરકારે સ્થિતિની ગંભીરતા પારખીને અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે હેક્ટર દીઠ રાહત સહાય, પશુધન માટે રાહત દરે ઘાસચારાની આપૂર્તિ, ગૌશાળાઓ-પાંજરાપોળોને વિશેષ સબસિડી અને ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવાની સઘન વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપ્યો છે.
હાલ ૨૬ ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના નિર્ણયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે સક્રિય બન્યું છે. ગ્રામ્ય સ્તરે સર્વેની કામગીરી ઝડપી બનાવીને ખેડૂતોના ખાતામાં ડીબીટી મારફતે સીધી સહાય પહોંચાડવા અને ઉનાળાના આકરા દિવસો પહેલાં જળ વ્યવસ્થાપન તથા ઘાસચારાના પૂરતા જથ્થાનું આયોજન સુનિશ્ચિત કરવા તંત્ર કામે લાગ્યું છે. ભૌગોલિક રીતે દરિયાકાંઠો ધરાવતા અને વરસાદ આધારિત ખેતી કરતા આ બંને જિલ્લાઓ માટે સરકારનું આ દુષ્કાળગ્રસ્ત જાહેરનામું અને રાહત પેકેજ સંકટના સમયમાં ધરતીપુત્રો અને માલધારીઓ માટે મોટો ટેકો સાબિત થશે.
કાલાવડ અને સલાયા સહિત જામનગર અને દ્વારકાના અનેક ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે, દ્વારકાના કલ્યાણપુરના ચુર ગામે થોડાક દિવસ પહેલા કેટલાક પરિવાર દ્વારા પાણીની સમસ્યાને કારણે સ્થળાંતર કરવામાં આવ્યું હતું કેટલાક સમયથી પીવાના પાણીની તેમજ ખેતી માટેના પાણીની અવ્યવસ્થા સજાઇ હતી તેમજ પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી ગયો હતો અને નછૂટકે કેટલાક પરિવારો ચુર ગામેથી હિજરત કરી હતી.આવી તો કેટલીક સમસ્યા અને કેટલાક બનાવો દ્વારકાના અને જામનગરના ગામોમાં હાલ પાણીને લીધે થઇ રહી છે. બન્ને જિલ્લાના ગ્રામવાસીઓ અને ખેડુતો પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયનો વિરોધ પણ અનેક ગ્રામજનો અને ખેડુતો કરી રહ્યા છે.