આગામી તારીખ ૧૨ ને બુધવારના રોજ નભોમંડળ માં 'સંપૂર્ણ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશેઃ ભારતમાં દેખાશે નહીં
મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવાઈ
ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી કોમેન્ટ્રી સાથે સંપૂર્ણ માહિતી અપાશે
આગામી તારીખ ૧૨ ને બુધવારના રોજ નભો મંડળમાં 'સંપૂર્ણ સૂર્યગ્રહણ' ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્ય ની તમામ ગતી વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
'સંપૂર્ણ સૂર્યગ્રહણ” એ આગામી તા. ૧૨-૮-૨૦૨૬ ને બુધવાર ના દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, પશ્ચિમ આફ્રિકા, નોર્થ અમેરિકા અને યુરોપના દેશોમાં દેખાશે. પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઈટ ના માધ્યમથી જોવા માટે ની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા તથા અન્ય અધિકારીઓ, ઉપરાંત નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક જૂથના નેતા અમરભાઈ મોદી, તેમજ દંડક પ્રવિણાબેન રુપડીયા તથા અન્ય પદાધિકારીઓ વગેરેના પ્રયાસોથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. ટાઉનહોલમાં બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાથી સૂર્યગ્રહણ સેટેલાઈટ ના માધ્યમથી દર્શાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શહેર માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી, અને ખગોળ પ્રેમી જનતા ને આ સૂર્યગ્રહણની તમામ માહિતી અને ગતિવિધિઓ જાણવા અને નિહાળવા મળી શકે, તેમ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભે ની સેટેલાઈટ ના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ ની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી સ્વરૂપ નો સહયોગ પ્રાપ્ત થયો છે.
આગામી ૧૨ મી ઓગસ્ટને બુધવારે રાત્રે થનારા આ સૂર્યગ્રહણ ને ખગ્રાસ સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. આ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને સૂર્ય નો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાશે. હાલમાં ચંદ્ર પૃથ્વી થી નજીક હોવાથી ચંદ્ર આખા સૂર્ય નું ગ્રહણ કરશે, જેથી સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઈ જશે.
જે સૂર્ય ગ્રહણ ની કુલ અવધિ ૧૩૮ સેકન્ડ એટલેકે ૨ મિનિટ અને ૧૮ સેકન્ડ ની રહેશે અને સૂર્યનું પૂર્ણ ગ્રહણ થઇ ગયા બાદ તે ગ્રહણ ગ્રસ્ત થશે. જેનો સમય ૧૨મી ઓગસ્ટને બુધવારે રાતે ૮.૩૦ થી ૧૦.૦૦ સુધીનો રહેશે અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિ. ટાઉન હોલમાં તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.હવે પછી આવું સૂર્યગ્રહણ ૪૦૦ વર્ષ પછી દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટના ના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
જામનગર ખગોળ મંડળના પ્રમુખ કિરીટભાઈ શાહ ઉપરાંત એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળના સુધાબેન ખંઢેરીયા અને ડો. સંજય પંડ્યા તેમજ જામનગરના અમિત વ્યાસ વગેરે દ્વારા સમગ્ર નિદર્શનની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.