BREAKING NEWS

ખંભાળિયાના યોગેશ્વરનગરમાં વીજ કરંટ લાગતા બે ગૌવંશના મોત

  • September 16, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના યોગેશ્વરનગરમાં વીજ કરંટ લાગતા બે ગૌવંશના મોત

તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
 
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ વીજ કરંટ લાગવાથી બે અબોલ ગૌવંશના મોત નીપજ્યાની કરુણ ઘટના સામે આવી છે. વરસાદના પગલે વીજ પોલ તથા વીજ લાઈન નજીક પાણી ભરાયેલા હોવાના કારણે ગૌવંશને વીજ કરંટ લાગ્યો હોવાનું કહેવાય છે.
​​​​​​​
આ ઘટનામાં બે અબોલ પશુઓએ જીવ ગુમાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કથિત રીતે વીજ વ્યવસ્થાની યોગ્ય જાળવણી અને સુરક્ષાના અભાવે આવી ઘટનાઓ બનતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કામગીરી હાથ ધરી હતી.
​​​​​​​
અબોલ પશુઓના જીવને જોખમ ઉભું કરતી વીજ લાઈનો અને વીજ પોલ અંગે વીજ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application