BREAKING NEWS

જામનગર: નિકાવામાં રિક્ષામાં ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

  • October 28, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નિકાવામાં રિક્ષામાં ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

જામનગર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે કાલાવડ ગ્રામ્ય પોલીસે સી.એન.જી. રિક્ષામાં વિશેષ ચોરખાનાં બનાવી દેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટના બે શખ્સોને નિકાવા રોડ પરથી ઝડપી પાડ્યા છે. પોલીસે રિક્ષામાંથી ૧૫૫ લિટર દેશી દારૂ, જેની કિંમત ૩૧,૦૦૦ તેમજ એક લાખની કિંમતની રિક્ષા સહિત કુલ ૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
​​​​​​​
કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના ભયપાલસિંહ અને રાજદીપસિંહને મળેલી બાતમીના આધારે નીકાવા ગામની પોલીસ ચોકી સામે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન રાજકોટ તરફથી આવતી લીલા-પીળા રંગની સી.એન.જી. રિક્ષા નંબર જીજે-૦૩-બીએક્સ-૪૦૩૪ને અટકાવી તપાસ કરવામાં આવતાં રિક્ષાની પાછળની સીટના પગ રાખવાના ભાગે તેમજ ડેકીમાં વિશેષ ચોરખાનાં બનાવી તેમાં દેશી દારૂ સંતાડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન કુલ ૧૫૫ લિટર દેશી દારૂ કબજે કર્યો હતો અને રિક્ષા સહિત કુલ ૧,૩૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે રાજકોટના ચુનારાવાડ, શિવાજીનગર વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક રોહિત નરશીભાઈ માત્રાણિયા અને રાજકોટના મવડી પ્લોટ, ઈશ્વરનગર વિસ્તારમાં રહેતા હિરેન કમલેશભાઈ ગુપ્તાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application