BREAKING NEWS

જામનગર મનપાના પટાંગણમાં વગર વરસાદે પાણીની રેલમછેલ

  • August 12, 2026 01:38 PM 

જામનગર મનપાના પટાંગણમાં વગર વરસાદે પાણીની રેલમછેલ 

દોડધામ: ફાયરબ્રીગેડની લાઇનનું એડન અચાનક તૂટતા મહાપાલીકાના કમ્પાઉન્ડમાં પાણીના તલાવડા ભરાયા, સાધનોની જાળવણી સામે સવાલ 

વિપુલ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો: પાણીનું  લીકેજ અટકાવવા અધિકારીઓ અને કર્મચારીઓ રીતસર ધંધે લાગ્યા 

જામનગર મહાનગરપાલીકાના પટાંગણમાં આજે વગર વરસાદે પાણીની રેલમછેલ થઇ હતી. ફાયરબ્રીગેડની લાઇનનું એડન અચાનક તૂટતા મનપાના કમ્પાઉન્ડમાં પાણીના તલાવડા ભરાયા હતાં. આથી ફાયરબ્રીગેડના સાધનોની જાળવણી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ વિપુલ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. પાણીનું લીકેજ અટકાવવા અધિકારીઓ અને કર્મચારીઓ રીતસર ધંધે લાગ્યા હતાં.

જામનગર મહાનગરપાલીકાના પટાંગણમાં પાર્કીંગની સામે આવેલા આવાગમનના દરવાજા પાસે ફાયરબ્રીગેડની લાઇન આવેલી છે. આ લાઇનનું એડન બુધવારે સવારે અચાનક તુટી ગયું હતું. આથી પાણીના ફુવારા છૂટયા હતાં. આટલું જ નહીં પાણી ફોર્સથી વહેવાનું શરૂ થયું હતું. ગણતરીની મીનીટોમાં મનપાના પટાંગણમાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. આટલું જ નહીં કમ્પાઉન્ડમાં પાણીના તલાવડા ભરાયા હતાં. આથી મનપામાં આવતા અરજદારોને આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. 

આ સમસ્યાથી મહાનગરપાલીકાના કમ્પાઉન્ડમાં પાણીની રેલમછેલથી વગર વરસાદે પૂરની સ્થિતિ જોવા મળી હતી. ફાયરબ્રિગેડની લાઇનનું એડન તૂટતા પાણીનો વેડફાટ થયો હતો. આ લીકેજ અટકાવવા મહાનગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓ રીતસર ધંધે લાગ્યા હતા અને યુઘ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. જો કે, પાણીનું લીકેજ સમારકામની કામગીરી દરમ્યાન પણ યથાવત રહ્યું હતું. બીજી બાજુ ફાયરબ્રીગેડની લાઇનનું એડન અચાનક તૂટતા સાધનોની જાળવણી સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. જો કે, ફાયરબ્રીગેડની લાઇનનું એડન તૂટતા પાણીનો વિપુલ પ્રમાણમાં વેફડાટ થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application