જામનગર અને શાપરમાં ૩ મહિલા સહિત ૧૭ પત્તાપ્રેમીની અટકાયત
ત્રણ સ્થળે પોલીસના દરોડા : કુલ ૬૮ હજારની રોકડ અને ગંજીપત્તા કબ્જે
જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક ઢાબા પાસે, ગોકુલનગરની પ્રજાપતી સોસાયટી વિસ્તાર અને શાપર વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, ત્રણ સ્થળે પાડેલા દરોડામાં ૩ મહિલા સહિત ૧૭ જુગારીની રોકડ અને સાહિત્ય સાથે અટક કરવામાં આવી હતી.
જામનગરના જુના સ્ટેશન ફૌજી ઢાબા સામે મંદિર નજીક જાહેરમાં ગોળ કુંડાળુ વાળીને તિનપતીનો જુગાર રમતા ગુલાબનગરના યોગેશ્ર્વરનગરમાં રહેતા વેપાર કરતા જયશ ધિરૂ પરમાર, ભિમવાસના દિલીપ ગોવિંદ ડાભી, ઇકબાલ હુશેન નગામણા, વેલનગરના હર્ષ જીજ્ઞેશ રાઠોડ, જુના સ્ટેશન પાસે રહેતા અશ્ર્વીન રણછોડ ચૌહાણ, ભીમવાસમાં રહેતા કાદર સીદીક વાંઢા અને રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સોને દરોડા દરમ્યાન સીટી-બી ડીવીઝન પોલીસે પકડી લીધા હતા. પટ્ટમાંથી રોકડા ૧૧૪૨૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
બીજા દરોડામાં શહેરના ગોકુલનગરમાં આવેલ પ્રજાપતી સોસાયટી શેરી નં. ૮માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા પ્રજાપતી સોસાયટીમાં રહેતી તેજલબા ભરતસિંહ જાડેજા, ખીમલીયા ગામના જીજ્ઞાસાબેન હાર્દિક રાઠોડ, પ્રજાપતી સોસાયટીના જાનુબેન ઉર્ફે ઝાંઝીબેન ચના કરમુર અને નકુમ ટ્રેડર્સ પાસે રહેતા બટુક ઉર્ફે બળદેવ નવઘણ રૂજાતળાની અટકાયત કરી રોકડ ૧૪૫૦૦ અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા.
ત્રીજા દરોડામાં જામનગર નજીક શાપર વાડી વિસ્તાર તળાવના કાંઠે ગંજીપતા વડે જુગાર રમતા શાપર ગામના ગૌતમ ઉર્ફે ભુટો પેથાભાઇ ભાંભી, જયંતિ છગન ગામી, જીતેશ નાથા બોડા, જુસબ ખમીશા સોઢા, મગન વિરજી ભેસદડીયા, સંજય ઉર્ફે લાલો લલીત હિંસુ (રહે બધા શાપર ગામ)ને રોકડા ૪૨૨૧૦ અને ગંજીફા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
