જામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા

  • November 27, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા

સુમેર કલબ રોડ, માટેલ ચોક અને ભીમવાસમાં દરોડા : ૬૪ ચપલા અને ૧ બિયરનું ટીન જપ્ત

જામનગર શહેરના જુદા જુદા ત્રણ સ્થળે દારૂ બિયર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા, ચાર શખ્સોને પકડી લેવામાં આવ્યા છે.જામનગરના દિ.પ્લોટ-૪૯, મંદિરવાળી શેરીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટફી ભીખુભા જાડેજા નામનો શખ્સ ઇંગ્લીશ દારૂના ૨૪ ચપલા લઇને સુમર કલબ રોડ પરથી નીકળતા સીટી-એ પોલીસે દબોચી લીધો હતો. 

બીજા દરોડામાં જામનગરના રામેશ્ર્વરનગર નંદનપાર્ક-૨, શિવાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા મુળ પટેલકા ગામના મિહિર પ્રતાપ સોઢા અને નંદનપાર્ક-૨મા શિવાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા મુળ ગાગા ગામના વતની કિશન સામત મકવાણા નામના શખ્સોને માટેલ ચોક વિસ્તારમાંથી અલગ અલગ કંપનીના વિદેશી દારૂના ૪૦ ચપલા કિ. ૧૨ હજાર સાથે સીટી-બી પોલીસે પકડી લીધા હતા. 

આ ઉપરાંત જામનગરના નવાગામ ઘેડ માડમ ફળીમાં રહેતા જયેશ ઉર્ફે જય રમેશ ચાવડા નામના શખ્સને બિયરના એક ટીન સાથે ભીમવાસનો ઢાળીયો ઉતરતા રોડ પરથી પોલીસે પકડી લીધો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application