રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન

  • November 27, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ પરેડ યોજાઈ હતી, જેમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી રેન્જ આઈજીને સલામી આપી હતી. રેન્જ આઈજીએ પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની શિસ્ત, શારીરિક સજ્જતા અને વ્યવસાયિક કૌશલ્યનું મૂલ્યાંકન કર્યું હતું.



વાર્ષિક ઇન્સ્પેક્શ દરમિયાન હેડક્વાર્ટરની વિવિધ શાખાઓની કામગીરી, પોલીસ કર્મચારીઓની કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધન સામગ્રી તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ દળમાં શિસ્ત અને કાર્યદક્ષતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.


ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ આકર્ષણનું કેન્દ્ર ગાંજો સહિતના માદક પદાર્થો શોધવામાં મહત્વની ભૂમિકા ભજવતા સ્નિફર ડોગ સાથેની રેન્જ આઈજીની મુલાકાત રહી હતી. તાલીમબદ્ધ શ્વાનની કામગીરી અને તેની સૂંઘવાની ક્ષમતાની જાણકારી મેળવવામાં આવી હતી. માદક પદાર્થો વિરુદ્ધની પોલીસ કાર્યવાહીમાં આવા સ્નિફર ડોગની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. ખાસ કરીને ગાંજાના જથ્થાને શોધી કાઢવામાં આ શ્વાન પોલીસ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. રેન્જ આઈજીના વાર્ષિક ઇન્સ્પેક્શનના માધ્યમથી પોલીસ દળની કામગીરીની સમીક્ષા સાથે જવાનોનો ઉત્સાહ વધારવા અને પોલીસ તંત્રને વધુ સજ્જ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે એસપી વિજયસિંહ ગુર્જર, એએસપી ડો.નવીન ચક્રવર્તી, તમામ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application