જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા

  • November 27, 2026 01:09 PM 

જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ: ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, નગરસેવકો, સહિતના હોદેદારો જોડાયા

સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) જામનગર શહેર દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બંધારણના ઘડવૈયાને નમન કરાયું હતું. 

જામનગર -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જામનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ, અને કોર્પોરેટરો, જામનગર શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો વગેરે સહિત ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કર્યા બાદ શોભાયાત્રા નીકળી હતી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે જ પરિપૂર્ણ થઈ હતી.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ બંધારણના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયા બાદ લોકતંત્રનું સુચારુ સંચાલન થાય તે હેતુથી બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર તથા સમિતિના સભ્યોની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ તૈયાર થયેલું બંધારણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારત સરકારને સુપરત કરવામાં આવ્યું હતું, જેનો અમલ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી શરૂ થયો હતો.
​​​​​​​
વધુમાં ઉલ્લેખ કરાયો હતો કે ૨૬ નવેમ્બરના દિવસે વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બંધારણને હાથીની અંબારી પર મૂકી શોભાયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ૨૦૧૫થી ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ / સંવિધાન સન્માન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી અને છેલ્લા એક દાયકાથી દેશભરમાં આ દિવસની ઉજવણી થઈ રહી છે.
​​​​​​​
જામનગર શહેર ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો, જે બાબાસાહેબની પ્રતિમા ખાતે જ સંપન્ન થઈ હતી. આ તકે ભારતનું બંધારણ અખંડ રહે અને બંધારણીય વ્યવસ્થા મુજબ દેશનું સંચાલન દીર્ઘકાળ સુધી ચાલતું રહે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application