જામનગરના દારૂના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે

  • November 18, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દારૂના બે ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝબ્બે

પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચીને સીટી-બી ડીવીઝનને સોપ્યો

જામનગર શહેરના સીટી-બી ડિવિઝન અને પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધીના બે અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા નાસતા-ફરતા અને ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન પોલીસ સ્ટાફના દિલીપસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, ગોવિંદભાઈ ભરવાડ, ગજેન્દ્રસિંહ જાડેજા અને હાર્દિકભાઈ ભટ્ટને બાતમી મળી હતી કે, સીટી-બી ડિવિઝન તથા પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધીના બે ગુનાઓમાં ફરાર યશ કલ્પેશભાઈ રાવલ (રહે. પટેલ કોલોની-૯ના છેડે, શાંતિનગર, જામનગર) પોતાના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડી યશ રાવલને ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી-બી ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application