જામનગર: હાપા યાર્ડમાં એક જ દિવસમાં રપ હજાર મગફળીની ગુણી ઠલવાતા બે દિ’ આવક બંધ
એક જ દિવસમાં ૩૫૦ વાહનોમાં ૨૫ હજારથી વધુ ગુણી મગફળી ઠલવાઈ: ૯ નંબરની મગફળીના ભાવ રૂ. ૨,૭૭૫ સુધી પહોંચતાં ખેડૂતોમાં ખુશી
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ બાદ જણસીઓની આવક શરૂ થતાં ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મગફળીની વિક્રમી આવક નોંધાઈ રહી છે. એક જ દિવસમાં આશરે ૩૫૦ વાહનો મારફતે ખેડૂતો ૨૫ હજારથી વધુ ગુણી મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. મગફળીની મોટી આવકને પગલે હાલ નવી આવક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડમાં ઉતારવામાં આવેલી મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ જ નવી આવક શ કરવામાં આવશે.
બીજી તરફ મગફળીના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં ૯ નંબરની મગફળીના ભાવ રૂ. ૨,૭૭૫ સુધી પહોંચ્યા છે, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને તમિલનાડુના વેપારીઓ ખાદ્યતેલ માટે મગફળીની ખરીદી કરવા હાપા યાર્ડમાં આવી રહ્યા હોવાથી બજારમાં તેજી જોવા મળી રહી છે.
મગફળીની વિવિધ જાતોમાં ૬ નંબરની મગફળીના ભાવ પણ રૂ. ૨,૪૦૦થી વધુ બોલાઈ રહ્યા છે. ઊંચા ભાવ મળતાં ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ઓછા વરસાદ અને ઉત્પાદનના ઘટાડાની સ્થિતિ વચ્ચે મગફળીના સારા ભાવ મળવાથી ખેડૂતોને આર્થિક રાહત મળી રહી છે.
આ અંગે હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મગફળીની ભારે આવકને ધ્યાનમાં રાખીને હાલ નવી આવક અટકાવવામાં આવી છે. યાર્ડમાં ઉતારવામાં આવેલી મગફળીની હરાજી પૂર્ણ થયા બાદ જ નવી આવક શરૂ કરવામાં આવશે. આમ, હાપા માર્કેટિંગ યાર્ડમાં એક તરફ મગફળીની વિક્રમી આવક અને બીજી તરફ ભાવમાં તેજી જોવા મળતાં કૃષિ બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
