જામનગર-દ્વારકામાં મેગા વીજ ચેકીંગ ઝુંબેશના પાંચ દિવસમાં ૨૯૮ ફરિયાદ
શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો, પટેલ કોલોની, ગાંધીનગર અને મચ્છરનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગનો ધમધમાટ: વીજચોરોમાં ફફડાટ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી કરતા તત્વો સામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા દિવાળીના તહેવારો બાદ શરૂ કરવામાં આવેલી મેગા વીજચેકિંગ ઝુંબેશ આજે સતત પાંચમા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે. સોમવારથી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત વીજતંત્રની અલગ-અલગ ટીમો દ્વારા શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.
આજે શુક્રવારે જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો ઉપરાંત પટેલ કોલોની, ગાંધીનગર, મચ્છરનગર સહિતના વિસ્તારોમાં વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વીજતંત્રની ચેકિંગ ટુકડીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી વીજજોડાણો અને વીજવપરાશની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ મેગા ઝુંબેશના પ્રથમ ત્રણ દિવસ દરમિયાન જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરીના ૨૨૮ કેસ સામે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ૭૪, બીજા દિવસે ૭૮ અને ત્રીજા દિવસે ૭૬ વીજચોરીના કિસ્સા ઝડપાયા હતા. ત્યારબાદ ચોથા દિવસે પણ વીજતંત્ર દ્વારા ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અને ૭૦ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જેથી વીજ ચોરીનો કુલ આંકડો ૨૯૮ જેટલો થયો છે.
દિવાળી બાદ શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશમાં વીજતંત્ર દ્વારા સતત પાંચમા દિવસે પણ ચેકિંગનો દોર યથાવત્ રાખવામાં આવતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આગામી દિવસોમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
