જામનગર શહેર-જીલ્લામાં ૩૬ જુગારી ઝબ્બે: ૬ ફરાર
ન્યુ સાધના કોલોનીમાં કાટ-છાપના જુગાર પર એલ.સી.બી. નો દરોડો: ગોકુલનગર અને જામજોધપુરમાં પત્તાપ્રેમીઓ પકડાયા: રોકડ, વાહન, મોબાઇલ સહિત લાખોનો મુદામાલ કબ્જે
જામનગરના સાધના કોલોની બ્લોક ૫૧ની બાજુની શેરીમાં જાહેરમાં સિકકો ઉછાળીને કાટછાપનો જુગાર રમતા સાત શખ્સોને એલસીબીએ રોકડ, વાહન, મોબાઇલ મળી ૨.૯૨ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે ૬ શખ્સો ભાગી ગયા હતા. આ ઉપરાંત ગોકુલનગર, જામજોધપુર વિસ્તારમાં જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના દિલિપભાઇ તથા મયુદીનભાઇને સંયુકત બાતમી મળેલ કે શહેરના ન્યુ સાધના કોલોની બ્લોક નં. ૫૧ની બાજુની ગલીમાં સિકકો ઉછાળીને કાટી-છાપનો જુગાર કેટલાક શખ્સો રમે છે જેના આધારે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન કાટ-છાપનો જુગાર રમતા સાધના બ્લોક એમ-૫૧માં રહેતા અનિલ સોમા ચાવડા, ગુલાબનગર વાંજાવાસના રહીમ ઉર્ફે નંઢો ઇબ્રાહીમ ખીરા, શંકરટેકરીના યુનુસ ઇબ્રાહીમ ખીરા, નિલકંઠનગર શેરી નં. ૩ના સુનિલ ફેરૂમલ નાગદેવ, દિ.પ્લોટ-૬૫માં રહેતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉમલ મંગે, શંકરટેકરીના નાઝીર ઉર્ફે નાઝલો નુરમામદ ઘોઘા અને સુભાષપરા શેરી નં. ૨ના આફ્રીદી મહેબુબ દરજાદાને પકડી લીધા હતા તેની પાસેથી રોકડા ૫૨ હજાર, ૪ મોટરસાયકલ, ૮ મોબાઇલ મળી કુલ ૨.૯૨.૦૦૨નો મુદામાલ જપ્ત કર્યો હતો.
દરોડા દરમ્યાન શંકરટેકરીના અનુબાપુ, ઉમર હાજી ખફી, સાધના કોલોનીના હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા, વસંત વાટીકાના લાલાભાઇ, શંકરટેકરીના ઇકુભાઇ, શંકરટેકરીના બસીરભાઇ નામના શખ્સો ફરાર થઇ ગયા હતા તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજા દરોડામાં જામનગરના ગોકુલનગર સાયોનાવાળી શેરીમાં ગંજીપતા વડે જુગાર રમતા મયુરનગરના યોગરાજસિંહ જીતુભા ગોહિલ, સાયોના શેરીમાં રહેતા હિતેશ હરેશ અગેસણીયા, દિલીપ બચુ મકવાણા, સોમનાથ સોસાયટીના વજસી અરજણ ગોજીયા અને મથુરાનગરના સુરેશ કલ્યાણજી અનુવાડીયાને એલસીબીની ટુકડીએ દરોડા દરમ્યાન પકડી લીધા હતા, રોકડા ૨૦૫૦૦ તથા ૩ મોબાઇલ મળી કુલ ૩૧ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
અન્ય દરોડામાં જામજોધપુરના ગૌશાળા સામે વડલાના ઓટા પાસે તિનપતીનો જુગાર રમતા તિરૂપતી સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે ચની છગન ચનીયારા, ચોરા પાસે રહેતા સુરેશ કારા જોશી, કૈલાશનગરના લલીત મનસુખ પરમાર, ઘાસના ગોડાઉન પાસે રહેતા ભરત મગન સોલંકી, ચોરા પાસે રહેતા રોહિત બુધગર મેઘનાથી, પાળેશ્ર્વરનેસના દેવરાજ ભીખા કટારા, જામજોધપુરના અલારખા ફકદીન મન્સુરીને રોકડા ૧૧૪૫૦ અને ગંજીપતા સાથે સ્થાનીક પોલીસે દબોચી લીધા હતા.
આ ઉપરાંત જામજોધપુરના સાતવડ મંદિર પાસે ઝાડ નીચે તિનપતીનો જુગાર રમાતો હોવાની હકીકત આધારે સ્થાનીક પોલીસે ગત તા. ૯ના રોજ દરોડો પાડીને જુગાર રમતા રામવાડીના કેતન કાન્તી ઘોડાસરા, કૈલાશનગરના પ્રકાશ વીરજી પરમાર, માકડીયાવાડીના પ્રફુલ ઠાકરશી સંતોકી, ભગવતીપરાના અતુલ નરશી ભરડવા, દર્શીત દિપક નાગર, રામવાડીના મનોજ રામજી માકડીયા, વિપુલ કાન્તી ઘોડાસરા, શાંતીનગરના રમેશ કરશન મકવાણા, ભાણવડના હિતેશ ગોવિંદ સંતોકી અને જયદીપ રમણીક કડીવારને પકડી રોકડા ૬૪૫૬૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
વધુ જુગારના દરોડામાં દરેડ મસીતીયા રોડ શિવમપાર્ક પાસે ગત તા. ૯ના રોજ ગંજીપતા વડે જુગાર રમતા ઇરફાન ફરીદ હુશેનખાન, ઇરશાદ અહેમદ મલુસાહ, જલીસ જમીર કુરેશીને રોકડા ૧૦૩૮૦ સાથે જયારે જીઆઇડીસી નળી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા મિથુન સામધર જાદવ, રામસિંહ કડોરે અહિરવાર, સુરજ લાલજી રવિદાસ જાટવ, છોટુકુમાર બબલુ યાદવને પકડી લીધા હતા ૧૦૪૫૦ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
