જામનગર: કાલાવડના કોઠાભાડુકીયા વાડીમાં જુગારની કલબમાંથી આઠ ઝડપાયા
૩ લાખની રોકડ, વાહનો, મોબાઇલ મળી ૧૫.૨૮ લાખનો મુદામાલ કબ્જે : એલસીબીનો દરોડો
કાલાવડ તાલુકાના કોઠાભાડુકીયા ગામની સીમમાં આવેલી વાડીમાં હાઇ પ્રોફાઇલ તિનપત્તી જુગારનો અખાડો ચાલતો હોવાની ચોકકસ બાતમીના આધારે એલસબીની ટુકડીએ દરોડો પાડીને જામનગર, જામકંડોરણા સહિતના ૮ શખ્સોને ઝડપી લીધા હતા, દરોડા દરમ્યાન ૩ લાખની રોકડ, ૫ મોબાઇલ અને વાહનો મળી ૧૫.૨૮ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો, દરોડાના પગલે ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચનાના આધારે એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.વી. ભાટીયા અને સ્ટાફ ગ્રામ્ય તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એલસીબીના મયુદીનભાઇ તથા ષીરાજસિંહને મળેલ ખાનગી સંયુકત બાતમીના આધારે કાલાવડ તાલુકાના કોઠાભાડુકીયાની સીમમાં આરોપી બલભદ્રસિંહ જાડેજાની ભોગવટાની વાડીના મકાનમાં તિનપતી જુગારનો અખાડો ચાલે છે નાલ ઉઘરાવી જુગાર રમાડે છે, જે હકીકત આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમ્યાન કોઠાભાડુકીયા ગામના બલભદ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, કાલાવડના બરંગપુર ગામના ભાવેશ ધીરજલાલ પાંભર, જામનગર ઓશવાળ કોલોની એફીલ ટાવર બ્લોક નં. ૫૦૪ ખાતે રહેતા વેપાર કરતા અશ્ર્વીન રમણીક નંદા, જામકંડોરણાના જસાપર ગામના વેપારી નિકુંજ વિનોદ પટોરીયા, કોઠાભાડુકીયા ગામના ખેતી કરતા શાંતી પરસોતમ કમાણી, જામનગરના વેરતીયા ગામ શેરી નં. ૪માં રહેતા ખેતી કરતા દિપક રમણીક પાંભર, જામનગર કામદાર કોલોની પાછળ શાંતીનગર-૪માં રહેતા વેપાર કરતા રજનીકાન્ત વિઠ્ઠલ સાંગાણી, જામકંડોરાણા બકાલા માર્કેટ પાસે રહેતા દિલીપ ધનજી બાલધા નામના શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા.
રેઇડ દરમ્યાન રોકડા ૩.૦૨.૫૦૦, ગંજીપત્તા, ૫ મોબાઇલ, ૨ ફોરવ્હીલ કાર મળી કુલ ૧૫.૨૮ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડાના પગલે તાલુકા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. તમામની સામે જુગારધાર ૪,૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
