જામનગર: નકલી ચલણી નોટના કેસમાં મુખ્ય સૂત્રધાર આરોપીની જામીન અરજી નામંજૂર
જામનગરની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા નકલી ચલણી નોટોના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી બુલેશકુમાર ઉર્ફે બાબલેશ મહાવીરપ્રસાદ ગુર્જરની નિયમિત જામીન અરજી નામંજૂર કરતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર થી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ ૧૭૯, ૧૮૦ અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલના માધ્યમથી સંપર્ક કરી રૂ. ૨૫,૦૦૦ના બદલામાં રૂ. ૭૦,૦૦૦ની કિંમતની નકલી ચલણી નોટો અન્ય સહ-આરોપી સલીમ કાથટને સપ્લાય કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ડી. એ. જીવરાજાનીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને સોગંદનામું રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રઘુવીરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા એ સરકાર પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે અવલોકન કર્યું કે ગુનાની ગંભીરતા અને દેશના અર્થતંત્ર પર થતી નકારાત્મક અસરોને ધ્યાને લેતા આરોપીને જામીન પર મુક્ત કરવા માટે આ યોગ્ય કેસ નથી. પરિણામે, કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMવધુ એક યુદ્ધ? બ્રિટને એક લાખ પૂર્વ સૈનિકોને તૈયાર રહેવા સંદેશ મોકલ્યો
November 27, 2026 01:19 PMરાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે: પરિણીતાને ધમકી
November 27, 2026 01:16 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
