સીમાંકન ખરડો પસાર કરાવવા કેન્દ્રની કવાયત

  • November 27, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સંસદના વિશેષ સત્ર પહેલાં કેન્દ્ર સરકારે મહિલા અનામત અને લોકસભા-વિધાનસભાની બેઠકોના સીમાંકન મુદ્દે મહત્વની તૈયારી શરૂ કરી છે. આ મુદ્દે ચચર્િ કરવા માટે આજે બપોરે 1 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક સેવા તીર્થ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં અગાઉ રજૂ કરવામાં આવેલા સીમાંકન સંબંધિત બિલ અને મહિલા અનામત બિલ માં કેટલાક સુધારા કરવાની શક્યતા છે.



તમામ કેન્દ્રીય મંત્રીઓને બેઠક અંગે જાણ કરવામાં આવી છે અને હાજર રહેવા સૂચના અપાઈ છે. વડાપ્રધાન મોદીએ બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સંકેત આપ્યો હતો કે સરકાર ટૂંક સમયમાં સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે. આથી આગામી કેટલાક દિવસો સુધી દિલ્હીમાં ઉપલબ્ધ રહેવા અને બહારના પ્રવાસ ટાળવા પણ મંત્રીઓને જણાવાયું હતું.



મહિલા અનામત બિલ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. જોકે, આ સાથે જોડાયેલા સીમાંકનના મુદ્દે અગાઉ સરકારને લોકસભામાં જરૂરી સમર્થન મળ્યું નહોતું.
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ માહિતી આપી હતી કે જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવા માટે લોકસભાની બેઠક 30 નવેમ્બર, સોમવારે અને રાજ્યસભાની બેઠક 2 ડિસેમ્બર, બુધવારે ફરી બોલાવવાની વિનંતી કરવામાં આવી છે.


આ જાહેરાત બાદ રાષ્ટ્રીય સીમાંકન ખરડો પસારરાજકારણમાં ગરમાવો આવ્યો છે.ગત એપ્રિલ મહિનામાં સરકાર સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ લોકસભામાં લાવી હતી. જોકે, તેને પસાર કરવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી મળી નહોતી. બિલ ના સમર્થનમાં 298 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 234 મત પડ્યા હતા. પરિણામે સરકાર જરૂરી બહુમતીથી દૂર રહી હતી.



આ સ્થિતિમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આઠ અને ડીએમકેના 22 સાંસદોનું સમર્થન મહત્વનું બની શકે છે. જો આ બંને પક્ષો સરકારને સાથ આપે તો સમર્થનનો આંકડો 349 સુધી પહોંચી શકે છે. ત્યારબાદ જરૂરી બહુમતી માટે અન્ય સાંસદોનું સમર્થન મેળવવું સરકાર માટે નિણર્યિક રહેશે.



બીજી તરફ, વિપક્ષ સામે પણ મોટો પડકાર ઊભો થયો છે. એપ્રિલની સરખામણીએ લોકસભામાં વિપક્ષી સાંસદોની સંખ્યા 26 જેટલી ઘટી હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં શરદ પવાર અને એમ.કે. સ્ટાલિનના પક્ષોને સત્તાધારી ગઠબંધન તરફ જતા અટકાવવું વિપક્ષ માટે અગ્નિપરીક્ષા સમાન બની શકે છે.



હવે તમામની નજર કેન્દ્રીય કેબિનેટની બેઠક અને સરકાર દ્વારા લેવામાં આવનારા આગામી નિર્ણય પર છે. ખાસ કરીને સીમાંકન અને મહિલા અનામતના મુદ્દે સરકાર કઈ નવી રણનીતિ અપ્નાવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.વિશેષ સત્ર નહીં, ચોમાસુ સત્રની જ આગળની કાર્યવાહીસરકારે સ્પષ્ટ કર્યું છે કે સંસદની આ બેઠકો કોઈ નવું કે વિશેષ સત્ર નથી. આ અગાઉ યોજાયેલા ચોમાસુ સત્રની જ આગળની કાર્યવાહી ગણાશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, સંસદની આ કાર્યવાહી 3 ડિસેમ્બરે પૂર્ણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન લોકસભાની બેઠક ચાર દિવસ અને રાજ્યસભાની બેઠક બે દિવસ ચાલે તેવી શક્યતા છે. સીમાંકન બિલ રજૂ થવાની સંભાવનાને પગલે રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.



સીમાંકન બિલ સંસદ અને લોકશાહી પ્રણાલીનીગરિમાને નબળી પાડવાનો પ્રયાસ: કે.સી.વેણુગોપાલજયરામ રમેશની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે આ લડાઈ ભારતીય લોકશાહીને બચાવવા, દેશની એકતાનું રક્ષણ કરવા અને સંસદની ગરિમા જાળવવા માટે છે. દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે કેન્દ્ર સરકાર પર ચૂંટણીમાં મત અને બેઠકો ચોરી કરવાનો આરોપ લગાવ્યો.

તેમણે કહ્યું કે સીમાંકન બિલ સંસદ અને લોકશાહી પ્રણાલીની ગરિમાને નબળી પાડવાનો બીજો પ્રયાસ હશે. બંધારણ દિવસે બંધારણની હત્યા જેવું પગલું ભરવું એ લોકશાહી પ્રણાલીની મજાક છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ બિલ પસાર થવા દેશે નહીં અને સરકારના પડકારનો જવાબ આપવા તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application