જામનગરમાં ડેન્ગ્યુનો કહેર, બે મહીનાથી દરરોજ એક કેસ
જન આરોગ્ય જોખમમાં: ગત વર્ષની સરખામણીએ બે મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના કેસ બમણાથી વધુ વઘ્યા, મિશ્ર ઋતુથી મચ્છરોનો પારાવાર ઉપદ્વવ
શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્વારા સર્વેલન્સ, ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી બાદ પણ મચ્છરજન્ય રોગચાળો વકરતા અનેક સવાલ
જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાએ કહેર વર્તાવતા બે મહીનાથી દરરોજ એક પોઝીટીવ કેસ નોંધાતા શહેરીજનોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. ગત વર્ષની સરખામણીએ બે મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના કેસ બમણાથી વધુ વધતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મિશ્ર ઋતુથી મચ્છરોનો ઉપદ્રવ પારવાર વઘ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મનપા દ્રારા સર્વેલન્સ,ફોગીંગ અને દવા છંટકાવની કામગીરી બાદ પણ મચ્છરજન્ય રોગચાળો વકરતા અનેક સવાલ ઉઠયા છે.
જામનગર શહેરમાં ઋતુ પરિવર્તન સાથે મચ્છરજન્ય રોગચાળા વકરતા ડેન્ગ્યુના કેસમાં જેટ ગતિએ વધારો થતાં શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. શહેરમાં નવેમ્બર મહિનામાં ૨૬ દીવસમાં ડેન્ગ્યુના ૩૯ પોઝિટિવ કેસ મનપાના ચોપડે નોંધાયા છે. આટલું જ નહીં ઓકટોબર મહીનામાં પણ ડેન્ગ્યુના ૩૫ પોઝીટીવ કેસ શહેરમાં નોંધાયા હતાં. શહેરમાં બદલાતી ઋતુ અને ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમાં ડેન્ગ્યુના કેસનો આંકડો ચિંતાજનક વધતા શહેરીજનોની મુશ્કેલી બેવડાઇ છે તો આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. ચાલુ વર્ષ બે મહીનામાં એટલે કે ઓકટોબર અને નવેમ્બરમાં ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં બમણાથી વધુ વધારો એટલે કે રોજનો એક કેસ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની ગંભીરતાનો બોલતો પુરાવો છે.
મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અને ઋતુજન્ય બીમારીઓ વચ્ચે મનપા દ્વારા સર્વેલન્સ, ફોગિંગ તથા દવા છંટકાવની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આમ છતાં મચ્છરજન્ય રોગચાળો વકરતા કામગીરીની અસરકારતા સામે સવાલ ઉઠ્યા છે. મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે જઈ પાણી ભરેલાં પાત્રો, ટાંકા, કુંડીઓ તથા અન્ય સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં મચ્છરના બ્રિડિંગ મળી આવે ત્યાં નાશ કરવાની કામગીરી સાથે નિયમોના ભંગ બદલ નોટિસ અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વધુ જોખમવાળા વિસ્તારોમાં ફોગિંગ અને જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાવ, શરીરમાં દુ:ખાવો ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણો
શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. ત્યારે શહેરીજનોએ ઘરની આસપાસ પાણી ભરાઈ રહેતું અટકાવવું, પાણીના પાત્રોની નિયમિત સફાઈ કરવી, છત તથા ખુલ્લી જગ્યાઓમાં બિનજરૂરી પાણીનો સંગ્રહ ન થવા અનુરોધ કરાયો છે. તાવ, શરીર અને માથાનો દુ:ખાવો કે અન્ય શંકાસ્પદ લક્ષણો જણાય તો સ્વયં દવા લેવાને બદલે તબીબી સલાહ અને સારવાર લેવા પણ અનુરોધ કરાયો છે.
ગત વર્ષે ડેન્ગ્યુના ૧૯૮ પોઝીટીવ કેસ નોંધાયા તા
શહેરમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહીના સુધીમાં ડેન્ગ્યુના ૯૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ મહિનામાં જ ૮૬ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ગત વર્ષે જામનગર શહેરમાં જાન્યુઆરીથી ડીસેમ્બર મહીના સુધીમાં ડેન્ગ્યુના કુલ ૧૯૮ કેસ નોંધાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMજામનગરમાં ડેન્ગ્યુનો કહેર, બે મહીનાથી દરરોજ એક કેસ
November 27, 2026 12:15 PMપહેલી ડિસેમ્બરથી પાંચ મોટા ફેરફાર ગેસથી કાર સુધી ખિસ્સા ઉપર અસર
November 27, 2026 12:14 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
