પહેલી ડિસેમ્બરથી પાંચ મોટા ફેરફાર ગેસથી કાર સુધી ખિસ્સા ઉપર અસર

  • November 27, 2026 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




નવેમ્બર મહિનો પૂરો થવાની સાથે પહેલી ડિસેમ્બરથી દેશમાં પાંચ મહત્વના ફેરફાર અમલમાં આવવાના છે. આ ફેરફારોની અસર સામાન્ય પરિવારોના ઘરખર્ચથી માંડીને કાર ખરીદનારાઓ, ક્રેડિટ કાર્ડધારકો, વેપારીઓ અને કોમોડિટી બજારમાં સોદા કરનારાઓ સુધી પહોંચશે. રસોઈ ગેસ અને વિમાની ઇંધણના ભાવની સમીક્ષા થવાની છે, જ્યારે ટાટા મોટર્સે કારના ભાવ વધારવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડના કેટલાક વ્યવહારો પર વધારાનો ચાર્જ લાગશે.



દેશની ઓઇલ માર્કેટિંગ કંપ્નીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ અને વિમાની ઇંધણના ભાવની સમીક્ષા કરે છે. પહેલી ડિસેમ્બરે પણ નવી કિંમતો જાહેર થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક મહિનામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા છે, પરંતુ ઘરેલુ રસોઈ ગેસના ભાવ લાંબા સમયથી સ્થિર છે. આ વખતે ભાવ વધશે કે ઘટશે તે પહેલી ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. વિમાની ઇંધણના ભાવમાં ફેરફાર થાય તો તેની અસર એરલાઇન્સના ખર્ચ પર પડી શકે છે.



એસબીઆઈ કાર્ડે જાહેર કરેલા નિયમો મુજબ પહેલી ડિસેમ્બરથી ા.30 હજારથી વધુના ચોક્કસ પરિવહન સંબંધિત વ્યવહારો અને ા.50 હજારના નિર્ધિરિત ઇંધણ ખર્ચ પર એક ટકા ચાર્જ લાગશે. બેંકે 27 ઓક્ટોબરે આ ફેરફારોની જાણકારી આપી હતી. જોકે, કયા વ્યવહારો પર ચાર્જ લાગશે તે કાર્ડની શરતોને આધારે નક્કી થશે.



ટાટા મોટર્સે પણ પહેલી ડિસેમ્બરથી પોતાની પેસેન્જર કાર અને એસયુવીના પહેલી ડિસેમ્બરથીભાવ વધારવાની જાહેરાત કરી છે. પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક કારનો પણ તેમાં સમાવેશ થાય છે. વિવિધ મોડેલ અને વેરિયન્ટ પ્રમાણે ભાવમાં લગભગ 0.5 ટકા સુધી વધારો થઈ શકે છે. કંપ્નીએ 24 નવેમ્બરે આ નિર્ણય જાહેર કર્યો હતો.



કોમોડિટી બજારમાં સોદા કરનારાઓ માટે સેબીના માર્જિનના નિયમો બદલાશે. ભાવમાં ઓછો ઉતારચઢાવ ધરાવતી કોમોડિટી માટે છ ટકા, મધ્યમ ઉતારચઢાવ માટે આઠ ટકા અને વધુ ઉતારચઢાવ ધરાવતી કોમોડિટી માટે દસ ટકા પ્રારંભિક માર્જિનની જોગવાઈ કરવામાં આવી છે. આ ફેરફારથી વેપારીઓએ સોદા માટે રાખવાની રકમ પર અસર પડશે.


કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડે જીએસટી નોંધણી રદ કરવાની પ્રક્રિયામાં પણ સુધારો કર્યો છે. યોગ્ય અરજીઓની પ્રક્રિયા જીએસટી પોર્ટલ પર ઇલેક્ટ્રોનિક રીતે હાથ ધરાશે. જોકે, રિટર્ન બાકી હોય અથવા કરની રકમ ચૂકવવાની બાકી હોય તેવા કેસ સંબંધિત અધિકારીને તપાસ માટે મોકલવામાં આવશે. આ ફેરફારથી નોંધણી રદ કરાવવાની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application