દેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે

  • November 27, 2026 12:20 PM 

દેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે

શિવરાજપુર બીચ પર વિકાસના કામોનું કરશે લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે તા.૨૮ નવેમ્બર,૨૦૨૬ના દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે.મુખ્યમંત્રી સવારે દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરશે.

દર્શન બાદ તેઓ દ્વારકા નજીક આવેલા વિખ્યાત શિવરાજપુર બીચની મુલાકાત લેશે.શિવરાજપુર બીચમાં પ્રવાસન વિકાસને અનુલક્ષીને થયેલાં વિવિધ વિકાસકામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરશે મુખ્યમંત્રીની આ મુલાકાતમાં ધાર્મિક યાત્રાધામ દ્વારકા અને શિવરાજપુરના પ્રવાસન વિકાસ સાથે સંકળાયેલા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીની સંભવિત મુલાકાતને લઈને દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કર્યા બાદ તેઓ શિવરાજપુર બીચ પહોંચશે, જ્યાં બીચના વિકાસ માટે પૂર્ણ થયેલા ફેઝ-૧ અને ફેઝ-૨ના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

દ્વારકા-બેટ દ્વારકા વચ્ચે આવેલા શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા, સુંદરતા, સલામતી અને પ્રવાસીઓ માટે સુવિધાઓના ઉમેરા સાથે આ બીચને વૈશ્વિક પ્રવાસન નકશા પર વિશેષ સ્થાન  પ્રયાસો થઈ રહ્યા છે. પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરાયેલા ફેઝ-૧ અને ફેઝ-૨ના વિકાસકાર્યો પૂર્ણ થતાં હવે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાની સંભાવના છે.

ફેઝ-૧ હેઠળ અંદાજે રૂ. ૨૩.૮૩ કરોડના ખર્ચે અરાઇવલ પ્લાઝા, સ્નોર્કલિંગ પ્લાઝા, સાઇકલ ટ્રેક, પ્રોમેનાડ, લોકર રૂમ, પાથ-વે, સાઇનેજ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, ઇલેક્ટ્રિક વર્ક, અંડરગ્રાઉન્ડ ટેન્ક અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત પ્રવાસીઓ માટે જરૂરી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ પૈકી અગાઉ પૂર્ણ થયેલા કેટલાક કામોનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે બાકી રહેલા કામોનું હવે લોકાર્પણ થવાનું છે.

બીજી તરફ ફેઝ-૨માં રૂ. ૭૮.૮૫ કરોડના ખર્ચે ઇવેન્ટ ગ્રાઉન્ડ, એમ્ફિથિયેટર, કિલ્લાનું પુન:સ્થાપન, બોર્ડવોક, લાઇફ ગાર્ડ ટાવર, વિવિધ ડેક, બીચ લાઇટિંગ, શૌચાલય, ચેન્જિંગ અને શાવર રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સિંગ, સિંચાઈ, બાગાયત, બાળકો માટે પ્લે એરિયા અને સુરક્ષા કેબિન સહિતના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન આ તમામ સુવિધાઓ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી શક્યતા છે. શિવરાજપુર બીચના વિકાસથી દેવભૂમિ દ્વારકાના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળવાની સાથે સ્થાનિક રોજગારી અને પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application