રાજકોટ શહેરમાં આજે ૨૭ નવેમ્બરની સવાર અત્યંત કરુણ અને ચોંકાવનારી સાબિત થઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સવારના માત્ર સાડા ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ આપઘાતની ત્રણ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ સવારમાં બનેલી આ ત્રણેય ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું છે અને તમામ મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ ઘટના શહેરની મધ્યમાં આવેલા સરકારી બહુમાળી ભવનમાં બની હતી, જ્યાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા ૬૦ વર્ષીય પટ્ટાવાળા પ્રભાબેન સરવૈયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. પ્રભાબેને ભૂસ્તર શાસ્ત્રીની ચેમ્બરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સરકારી કચેરીમાં જ બનેલી આ ઘટનાની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પ્રભાબેનના આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બીજી ઘટનામાં શહેરના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં રહેતા ૮૩ વર્ષીય વૃદ્ધ કાંતિલાલ રામાણીએ જીવન ટૂંકાવ્યું હતું. તેમણે એપાર્ટમેન્ટના નવમા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાંતિલાલ રામાણી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. માનસિક બીમારીથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાલુકા પોલીસે વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજી ઘટના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા જંક્શન મેઈન રોડ સ્થિત જય એપાર્ટમેન્ટમાં સવારે ૮થી ૮.૩૦ વાગ્યાના અરસામાં બની હતી. અહીં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા દિલીપ રાઠોડ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, યુવક જે ફ્લેટમાં હતો ત્યાં યુવતીના માતા-પિતા આવી પહોંચતા ગભરાટ અને ડરના કારણે તેણે બાલ્કનીમાંથી છલાંગ લગાવી દીધી હોવાનું અનુમાન છે. પ્રદ્યુમનનગર પોલીસે મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આમ, સવારના સમયગાળામાં જ બનેલી ત્રણ અલગ-અલગ દુઃખદ ઘટનાઓમાં એક મહિલા કર્મચારી, એક વૃદ્ધ અને એક યુવકના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMજામનગરમાં ફરસાણમાંથી તળેલી ગરોળી નીકળતા ચકચાર
November 27, 2026 01:04 PMખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
