ખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર

  • November 27, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર

અલગ અલગ સમયગાળામાં કુકર્મ આચર્યુ : કુલ છ શખ્સો સામે ફરિયાદ

મીઠાપુર પંથકમાં રહેતી એક સગીરા સાથે જુદી જુદી વ્યક્તિઓએ અલગ અલગ સમયગાળામાં દુષ્કર્મ આચરી, ગર્ભ રાખી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ફરીયાદ અનુસંધાને સ્થાનીક પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળતી વિગત મુજબ મીઠાપુર પંથકમાં રહેતા એક પરિવારની આશરે પોણા ૧૭ વર્ષની સગીર પુત્રીને દ્વારકા તાલુકામાં રહેતા કેટલાક શખ્સો દ્વારા વર્ષ ૨૦૨૫ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખ તથા સમયે આ સગીરાને ડરાવી-ધમકાવી તેમજ લલચાવી-ફોસલાવીને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આ કૃત્યથી સગીરાને હાલ આશરે સાત માસનો ગર્ભ હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે સગીરાના પરિવારજનની ફરિયાદ પરથી જુદા જુદા છ આરોપીઓ સામે બીએનએસ તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુરના પી.એસ.આઈ. કે.એ. ગરચર દ્વારા હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application