જામનગર: હિરજી મિસ્ત્રી રોડ પર ખેંલાયું આખલા યુઘ્ધ

  • November 27, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: હિરજી મિસ્ત્રી રોડ પર ખેંલાયું આખલા યુઘ્ધ

જામનગર શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે, ત્યારે ગઈકાલે શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર બે આખલાઓ વચ્ચે જાહેરમાં ભીષણ યુદ્ધ ખેલાતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને આખલાઓ લાંબા સમય સુધી સામસામે બાખડતા રહ્યા હતા અને રસ્તા પર આવતાં જતાં વાહનો તથા રાહદારીઓમાં ભય ફેલાયો હતો. હીરજી મિસ્ત્રી રોડ જેવા સતત વાહનવ્યવહારથી ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. રસ્તા પર અનેક વાહનો પાર્ક કરેલાં હોવાથી આખલાઓની અડફેટે સાઇકલ, સ્કૂટર સહિતનાં કેટલાંક ટુ-વ્હીલરોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આખલાઓના યુદ્ધને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો પણ થંભી ગયાં હતાં અને લોકો પોતાનાં વાહનો સલામત સ્થળે ખસેડવા મજબૂર બન્યા હતા. બંને આખલાઓ વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા આ યુદ્ધને કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો. દરમિયાન કેટલાક લોકોએ આખલાઓને છૂટા પાડવા પાણીનો છંટકાવ સહિતના પ્રયાસો કર્યા હતા. આખરે બંને આખલાઓ છૂટા પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application