જામનગરમાં શ્રી ગુરુ નાનક દેવજીના ૫૫૭મા પ્રકાશ પર્વની ઉજવણીના બીજા દિવસે ભવ્ય પ્રભાતફેરી યોજાઈ

  • November 20, 2026 11:54 AM 

જામનગરમાં શ્રી ગુરુ નાનક દેવજીના ૫૫૭મા પ્રકાશ પર્વની ઉજવણીના બીજા દિવસે ભવ્ય પ્રભાતફેરી યોજાઈ

ગુરુદ્વારાથી નીકળી અંબર ચોકડી, ઝુલેલાલ મંદિર, ટાઉનહોલ અને લીમડા લેન થઈ પરત ગુરુદ્વારા પહોંચી નગર કીર્તન યાત્રા

શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક શ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૭મી જન્મજયંતિ (પ્રકાશ પર્વ)ની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણીના બીજા દિવસે આજે શુક્રવારે વહેલી સવારે શહેરમાં ભવ્ય પ્રભાતફેરી (નગર કીર્તન)નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુદ્વારા ખાતેથી ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન કરેલી આ પ્રભાતફેરી અંબર ચોકડી, ઝુલેલાલ મંદિર, ટાઉનહોલ અને લીમડા લેન સહિતના માર્ગો પરથી પસાર થઈ પુનઃ ગુરુદ્વારા ખાતે સંપન્ન થઈ હતી. પ્રભાતફેરીમાં શીખ સમાજના ભાઈઓ, બહેનો તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા હતા.
​​​​​​​
​​​​​​​પ્રભાતફેરી દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા ગુરુબાણીના પાઠ અને શબ્દકીર્તન કરવામાં આવ્યાં હતાં. સાથે જ 'જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ'ના ગગનભેદી જયઘોષથી સમગ્ર માર્ગો ગુરુમય અને ભક્તિમય બની ગયા હતા. પ્રકાશ પર્વની ઉજવણીના બીજા દિવસે યોજાયેલી આ પ્રભાતફેરીમાં શીખ સમાજના લોકોએ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભાગ લઈ ગુરુ નાનક દેવજીના ઉપદેશો અને આધ્યાત્મિક સંદેશને યાદ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application