દેવભૂમિ દ્વારકા: ભાણવડ-રાણાવાવ રોડ પર સિંહણની લટાર: વાહનચાલકોમાં કુતૂહલ

  • November 26, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડ-રાણાવાવ રોડ પર સિંહણની લટાર: વાહનચાલકોમાં કુતૂહલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ-રાણાવાવ રોડ પર રાત્રિના સમયે સિંહણ લટાર મારતી જોવા મળતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકના કેમેરામાં સિંહણનો આ નજારો કેદ થયો હતો.મળતી માહિતી મુજબ, ભાણવડ રાણાવાવ રોડ પરથી વાહન પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન રસ્તાની બાજુમાં સિંહણ જોવા મળી હતી. રાત્રિના અંધકાર વચ્ચે વાહનની લાઇટના અજવાળામાં સિંહણ રસ્તાની બાજુમાં ચાલતી જોવા મળી હતી. આ દરમિયાન વાહનચાલકે સમગ્ર દૃશ્ય પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધું હતું.સિંહણનો રસ્તા પર લટાર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, આ વિસ્તારમાં સિંહણની હાજરીને પગલે રાત્રિના સમયે પસાર થતા વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application