જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

  • November 26, 2026 10:19 AM 

જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

અરજદારોના પ્રશ્નોનો ત્વરિત નિકાલ માટે લાવવા દિશા નિર્દેશો આપતા કલેકટર

જિલ્લા સેવા સદન, જામખંભાળિયા ખાતે  જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. 

આ બેઠકમાં કલેક્ટરે વિવિધ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળી નિયમોનુસાર નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. બેઠકમાં ગામતળમાં આવેલ જમીનની માપણી, નળ કનેક્શન, આરોગ્ય વિષયક, રોડ રસ્તો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ત્વરિત કાર્યવાહી કરવા દિશા-નિર્દેશો આપ્યા હતા. 

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કેતન પી. જોષી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, એ.એસ.પી. પ્રખરકુમાર, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application