જામનગર: વધતી મોંઘવારી અને નકલી-ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની માંગ
જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, કોર્પોરેટર જૈનબબેન ખફી સહિત કાર્યકરો દ્વારા કલેકટરને આવેદન
ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી અને બજારમાં નકલી તેમજ ભેળસેળયુક્ત વસ્તુઓના બેરોકટોક વેચાણને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડ દ્વારા ગઇકાલે જામનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી આ ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે, ત્યારે બીજી તરફ બજારમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય પરિવારો માટે બાળકોનું શિક્ષણ, વડીલોની દવાઓ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી હોવાનું પત્રમાં જણાવાયું છે.
આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ મુખ્યત્વે ગેસ, પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં ભરવા, નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા તેમજ બજારો, દુકાનો અને ગોડાઉનોમાં નિયમિત તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મોંઘવારીથી પીડાતી સામાન્ય જનતાને રાહત મળે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખે આ મામલે ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક કાર્યવાહી કરી સામાન્ય જનતાને મોંઘવારી અને ભેળસેળના ત્રાસમાંથી રાહત અપાવવા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ અપીલ કરી છે.
બેફામ વધતી મોંઘવારી અને નકલી-ભેળસેળયુક્ત વેંચાણ પર નિયંત્રણ મુકવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઇ છે, ગઇકાલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ, કોર્પોરેટર જૈનબબેન ખફી સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાઇને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
