જામનગર: આઠ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો
જામનગર પેરોલ ફર્લો સ્કવોટે શાપર-વેરાવળથી ઉપાડી લીધો
જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતેથી ઝડપી પાડ્યો છે.
જામનગર ના એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ સુરેશભાઈ, કરણસિંહ, ગજેન્દ્રસિંહ, લખધીરસિંહ, મહિપાલભાઇેને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો આરોપી જેન્તી વલ્લભભાઈ દેત્રોજા (રહે. પટેલ માર્કેટિંગ, મેસવાણ, તા. કેશોદ, જિ. જૂનાગઢ) હાલ શાપર-વેરાવળ ખાતે ધરતી એગ્રો કંપનીના ધરતી એપાર્ટમેન્ટ નીચે આવેલી અનાજ-કરિયાણાની દુકાનમાં કામ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક શાપર-વેરાવળ ખાતે પહોંચી દરોડો પાડી આરોપી જેન્તી દેત્રોજાને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંચ-બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
