જામનગર બાયપાસ પાસે સ્પ્લેન્ડરે સ્કુટીને ઠોકર મારતા વૃઘ્ધને ફ્રેકચર
હરીપર પિયાવા ચોકડી નજીક બાઇકની ઠોકરે તરૂણને ગંભીર ઇજા
જામનગર બાયપાસ પાસેના રોડ પર બે દિવસ પહેલા સ્પ્લેન્ડરના ચાલકે રોન્ગસાઇડમાં આવીને સ્કુટીને હડફેટે લીધી હતી જેમાં એક વૃઘ્ધને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચી હતી આ અંગે સ્પ્લેન્ડર બાઇકના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે જયારે હરીપર પિયાવા ચોકડી પાસે ગગત તા. ૧૧ના મોટરસાયકલના ચાલકે ચાલીને જઇ રહેલા તરૂણને ઠોકર મારીને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી. બંને બનાવમાં આરોપી ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર બાયપાસ હાઇવે પાસે બાલાર્ક કારખાનાની નજીક સામેના રોડ પર ગત તા. ૨૩-૧૦ સવારના પોણા નવ વાગ્યાના સુમારે ફરીયાદીના પિતા તેમના સહકર્મચારી ગુરદીપસિંઘ સાથે સ્કુટી નં. જીજે૧૦ઇબી-૦૧૮૯માં બેસીને ઘર તરફ આવતા હતા એ દરમ્યાન સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦ડીએસ-૭૨૩૪ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી રોન્ગ સાઇડમાં ચલાવીને સ્કુટી સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં પછાડી દઇ ફરીયાદીના પિતાને પગમાં ફ્રેકચર અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળ ગોકુલદર્શન ગેઇટ ખાતે રહેતા દેવરાજ સ્વામીભાઇ નાડાર નામના યુવાને સ્પ્લેન્ડર બાઇકના ચાલક સામે ગઇકાલે પંચકોશી-બીમાં ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. અન્ય એક અકસ્માતના બનાવની વિગત મુજબ ધ્રોલના હરીપર પિયાવા ચોકડી પાસે રહેતા મજુરી કરતા ભરત હકુભાઇ ભુંડીયા (ઉ.વ.૩૯)એ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ નં. જીજે૧૦બીઇ-૮૧૪૭ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
જે વિગત મુજબ ફરીયાદીના તરૂણવયના પુત્ર ઘરેથી ચાલીને ચોકડી પાસે આવેલી દુકાને જતો હતો એ દરમ્યાન ધ્રોલ તરફથી આવતા ઉપરોકત નંબરના મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવીને તરૂણને હડફેટેે લઇ ફ્રેકચર સહિતની ઇજાઓ પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
