દુષ્કર્મના આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારતી ખંભાળિયાની ખાસ કોર્ટ
ભાણવડ પંથકમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારવાનો સગીન આરોપ હતો: દંડ પણ ફટકારાયો
ભાણવડ પંથકમાં રહેતા એક પરિવારની સગીરા સાથે ઉત્તરપ્રદેશ રાજ્યના કોસંબી જિલ્લાના ભુદુપુર ગામનો મૂળ વતની નિરંજન રોહિતભાઈ ગૌતમ કે જે અગાઉ ભોગ બનનાર સગીરાના પરિવાર સાથે એક જ કારખાનામાં મજૂરી કામ કરતા હોવાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. આરોપી નિરંજન ગૌતમે ૧૬ વર્ષ ૩ માસની ઉંમરની આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી, ફોસલાવી તેના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને અમદાવાદ લઈ ગયો હતો. ત્યાંથી પોતાના વતન ઉત્તરપ્રદેશ ખાતે લઈ જઈને ત્યાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી, દુષ્કર્મમાં આચર્યું હતું.
તા. ૯ નવેમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન બનેલા આ બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં જે-તે સમયે દુષ્કર્મ અને પોક્સો એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ પ્રકરણમાં ભોગ બનનારના તથા તેના માતા-પિતાની જુબાની, તબીબી પુરાવા, એફ.એસ.એલ. રિપોર્ટ તેમજ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ સાથે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા ખંભાળિયાના સ્પેશિયલ પોકસો જજ એસ.જી. મનસુરી સમક્ષ વિવિધ દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. ૫૦,૦૦૦ નું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMવધુ એક યુદ્ધ? બ્રિટને એક લાખ પૂર્વ સૈનિકોને તૈયાર રહેવા સંદેશ મોકલ્યો
November 27, 2026 01:19 PMરાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે: પરિણીતાને ધમકી
November 27, 2026 01:16 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
