દ્વારકામાં પ્રતિબંધિત રીતે લાઈટ ફિશિંગ કરવા સબબ આઠ માછીમારો સામે કાર્યવાહી

  • November 21, 2026 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં પ્રતિબંધિત રીતે લાઈટ ફિશિંગ કરવા સબબ આઠ માછીમારો સામે કાર્યવાહી

સલાયામાં ફિશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતા બે માછીમારો સામે ગુનો નોંધાયો

દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસે કરેલી કાર્યવાહીમાં માછીમારો દ્વારા પોતાના કબજા ભોગવટાની બોટની અંદર લાઈટ ફિશિંગના સાધનો લઈ, અને લાઈટ ફિશિંગ કરી, પરત આવતા કુલ આઠ માછીમારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હાજી જુમા ભેસલીયા, ફૈઝાન હારુન સૈયદ, વસીમ હારુન પટેલિયા, સરીફ હારુન ભેસલીયા, સોહીલ ગુલામહુસેન સૈયદ, યુનુસ સૈયદઅલી સૈયદ, ફિરોજ સતાર સૈયદ, સબીર ગુલામ હુસેન સૈયદ નામના માછીમારો સામે ગુનો નોંધાયો છે. 
​​​​​​​
સલાયા મરીન પોલીસની કાર્યવાહીમાં સલાયાના રહીશ ફારૂક સુલેમાન મારાજ અને કાસમ એલુભાઈ ભગાડ નામના બે માછીમારો દ્વારા પોતાની યાંત્રિક બોટમાં આકસ્મિક જરૂરિયાત માટે શઢની વ્યવસ્થા નહીં રાખી, મત્સ્યોદ્યોગ અધિનિયમનો ભંગ કર્યો હોવાનું જાહેર થયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application