જામનગર શહેર પ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદારની નિમણૂંક

  • November 26, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર પ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદારની નિમણૂંક 

​​​​​​​
રાજયના મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ-૧ અને ૨ના અધિકારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. શહેરના નવા પ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદારની  નિમણૂંક કરાઇ છે. ગ્રામ્ય મામલતદાર મહેન્દ્ર ચાવડાને જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે મૂકાયા છે. 
મહેસૂલ વિભાગે કરેલા બદલીના હુકમમાં રાજકોટ ગ્ર્રામ્ય ખાતે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી તરીકે ફરજ બજાછતા હર્ષદીપ કે. આચાર્યની બદલી કરી જામનગર શહેર પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જામનગર શહેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી હોવાથી મહેસૂલી અને વહીવટી કામગીરીમાં નવા અધિકારીની નિમણૂક મહત્વપૂર્ણ બની રહેશે.  રાજ્યના અન્ય સાત અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે, જેમાં વંદના એચ. પરમાર (ગાંધીનગર), હિરલબેન બી. ભાલાલા (સુરત), પાર્થ એચ. તલસાણિયા (વડોદરા), એચ. એન. રાવલ (મહેસાણા), હંસરાજસિંહ જે. ગોહિલ (મોરબી), નિલક્ષ એચ. મકવાણા (છોટાઉદેપુર) અને મૃણાલદેવી એ. ગોહિલ (ગાંધીનગર)નો સમાવેશ થાય છે.
​​​​​​​

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મામલતદાર વર્ગ-૨ સંવર્ગના અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે દેત્રોજ, જિલ્લા અમદાવાદ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ જી. ચાવડાની બદલી કરીને તેમને જામનગર (ગ્રામ્ય) મામલતદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, જામનગર (ગ્રામ્ય) ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર જે. ચાવડાની બદલી કરીને તેમને જૂનાગઢ જિલ્લાના માળિયા-હાટિના ખાતે મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે.રાજ્યવ્યાપી બદલીના હુકમોના ભાગરૂપે જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં થયેલા આ ફેરફારથી હવે દેવેન્દ્રસિંહ જી. ચાવડા નવી જવાબદારી સંભાળશે. તેમના આગમન સાથે તાલુકાકક્ષાની મહેસૂલી અને વહીવટી કામગીરીનો કાર્યભાર નવા અધિકારીને સોંપાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application