જામનગરમાં દરોડો પાડવા ગયેલ પોલીસ પાર્ટી પર હુમલો
એક પોલીસકર્મીને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો : બાલાજી પાર્ક વિસ્તારમાં પોલીસનું કોમ્બીંગ : મહિલાઓ સહિત ચાર સામે ગુનો નોંધાયો
જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં ગઇકાલે એએનડબલ્યુની ટીમ રેઇડ પાડવા માટે ગઇ હતી જયાં બાચકામાં શું છે એ બાબતે પુછતા વિફરેલી મહિલાઓ સહિતના આરોપીઓએ ફરજ પર રહેલા પોલીસકર્મીઓ પર પથ્થરમારા સહિતથી હુમલો કર્યો હતો જેમાં કોન્સ્ટેબલને લોહીલુહાણ કરી ગંભીર ઇજા પહોચાડી હતી અન્ય એક પોલીસકર્મીને ઢીકાપાટુનો માર માર્યો હતો, બનાવની જાણ થતા ભારે દોડધામ મચી ગઇ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો દ્વારા તાકીદે આ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું, ગંભીર રીતે ઘવાયેલા પોલીસકર્મીને તાકીદે સારવારમાં ખસેડાયો હતો, બીજી બાજુ આ મામલે મહિલાઓ સહિત ચાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટીકસ વિંગ દ્વારા નશીલા પદાર્થના ગેરકાયદે વેપાર અને પ્રવૃતીઓ સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ગઇકાલે રવિવારે સીટી-સી ડીવીઝન હેઠળના બાલાજીપાર્ક વિસ્તારમાં દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંગેની પ્રાપ્ત વિગતો મુજબ એએનડબલ્યુના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા હરવિજયસિંહ સહિતની ટીમ કાયદેસરની સરકારી ફરજમાં હતા અને બાલાજીપાર્ક-૩, રામભાઇની શેરી પાસે તપાસ અર્થે ગયા હતા, જયાં મહિલા સહિતના શખ્સો શંકાસ્પ્દ હાલતમાં જણાતા પ્લાસ્ટીકના સિમેન્ટના બાચકા સાથે મળી આવતા બાચકામાં શું છે એ અંગે પુછપછર કરતા આરોપીઓએ અચાનક હુમલો કરી દીધો હતો.
પથ્થરમારો અને ઢીકાપાટુ વડે હુમલો કરતા દિવ્યરાજસિંહને ગંભીર ઇજા પહોચી હતી, તાકીદે ૧૦૮ મારફત સારવર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી, એસપી ડો. સૈની, સીટી ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સીટી-સી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. બનાવ પાસેના વિસ્તારને કોર્ડન કરી સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતું અને અલગ અલગ સ્થળોએ રાત્રીના ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉપરોકત બનાવના પગલે પોલીસ વિભાગ અને શહેરમાં ચકચાર મચી જવા પામી છે, દરમ્યાનમાં આ બનાવ અંગે પોલીસ વિભાગના એન્ટી નાર્કોટીકસ વિંગના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા દ્વારા મોડી રાત્રીના સીટી-સી ડીવીઝનમાં મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર નામના ચાર સામે બીએનએસ કલમ ૨૨૧, ૧૨૧(૧), ૧૨૧(૨), ૧૦૯(૧), ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ છે કે ગઇકાલે બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં ફરીયાદી દિવ્યરાજસિંહ જાડેજા તથા સાહેદ હરવિજયસિંહ પોતાની કાયદેસરની સરકારી ફરજમાં હતા અને ઉપરોકત ચારેય બાચકા સાથે શંકાસ્પ્દ હાલતમાં મળી આવતા પોલીસ તરીકેની ઓળખ આપીને બાચકુ ખોલવાનું જણાવતા ચારેય ઉશ્કેરાઇ ગયા હતા. જેમાં બંને મહિલાઓએ ફરીયાદી દિવ્યરાજસિંહને પકડી રાખી પુરૂષ આરોપીઓએ ત્યાં પડેલા પથ્થરો વડે તેમને મારી નાખવાના ઇરાદાથી માથા, દાઢી, કાન અને ખભાના ભાગે માર માર્યો હતો તેમજ આંગળીમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી તેની સાથેના કોન્સ્ટેબલને ઢીકાપાટુનો માર માર્યો હતો આમ આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી પોલીસની સરકારી ફરજમાં કાવટ કરી હતી. આ ફરીયાદના આધારે પીઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
