જામનગરમાં ૧૮ દી માં ડેન્ગ્યુના ૨૬ કેસ, મચ્છરોના ઉપદ્વવ સામે તંત્ર લાચાર
સાવચેતી જ સલામતી: મહાનગરપાલીકાની આરોગ્યલક્ષી કામગીરી સામે સવાલ, મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકતા શહેરીજનોમાં ભારે રોષ, લોકજાગૃતિ પણ જરૂરી
જી.જી. હોસ્પિટલમાં શહેરી વિસ્તારના ૨૦ અને ખાનગી હોસ્પિટલોમાં છ દર્દી સારવારમાં: ઋતુ સંક્રમણના કારણે વાયરલ રોગચાળો વકરતા ઘેર-ઘેર તાવ-શરદીના કેસ
જામનગરમાં ૧૮ દીવસમાં ડેન્ગ્યુના ૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. મચ્છરોના ઉપદ્વવ સામે તંત્ર લાચાર બન્યું છે. જી.જી.હોસ્પિટલમાં શહેરી વિસ્તારના ૨૦ અને ખાનગી હોસ્પિટલોમાં ૬ દર્દી ડેન્ગ્યુ પોઝીટીવ ૬ દર્દી સારવારમાં છે.ઋતુ સંક્રમણના કારણે વાયરલ રોગચાળો વકરતા ઘેર-ઘેર તાવ, શરદી, ઉઘરસના કેસ જોવા મળી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળાએ માઝા મૂકતા શહેરીજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આટલું જ નહીં મહાનગરપાલીકાની આરોગ્યલક્ષી કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠયા છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા સાવચેતી જ સલામતીની સ્થિતિ વચ્ચે લોકજાગૃતિ પણ જરૂરી છે.
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. બદલાતી ઋતુના કારણે ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણ વચ્ચે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.તેમાં પણ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાલુ નવેમ્બર મહિનામાં જ શહેરી વિસ્તારના ૨૦ દર્દીઓ ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયાનું જાણવા મળ્યું છે. જ્યારે શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુનાં લક્ષણો ધરાવતા છ દર્દીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. આમ, સરકારી અને ખાનગી હોસ્પિટલોના મળીને કુલ ૨૬ દર્દીઓ ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા હોવાનું પ્રાથમિક વિગતો પરથી સામે આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી જામનગર શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ તાવ, શરદી અને ઉધરસ સહિતની તકલીફો ધરાવતા દર્દીઓની અવરજવર વધી છે. તેમાં ખાસ કરીને ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સામે આવી રહી છે.
ઋતુ પરિવર્તનના કારણે થતાં સંક્રમણની સાથે મચ્છરોના વધેલા ઉપદ્રવને પણ આ સ્થિતિનું એક સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુના કેસો સામે આવતાં જી.જી. હોસ્પિટલના તબીબી તંત્રની સાથે જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. દિવાળીના પર્વ બાદ રોગચાળાના વધતા પ્રમાણ વચ્ચે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા અને રોગચાળો વધુ ન વકરે તે માટે આરોગ્યલક્ષી પગલાં લેવાની આવશ્યકતા ઊભી થઈ છે. ખાસ કરીને નાગરિકોએ પોતાના રહેણાક વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થવા દેવો અને મચ્છરોના ઉપદ્રવ સામે સાવચેતી રાખવી જરૂરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
