ખંભાળિયામાં સોમવારે પૂ. જલારામ બાપાની જન્મ જયંતીની થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી
ઝાંખી, આરતી, અન્નકૂટ, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની આગામી સોમવાર તા. ૧૬ ના રોજ ખંભાળિયામાં અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાનાર છે. આ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૭ મી જન્મ જયંતીની ભાવભરી રીતે ઉજવણી કરવા માટે રઘુવંશી જ્ઞાતિજનો, જલારામભક્તો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. ૧૫ ના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતે જલારામ સત્સંગ મંડળ દ્વારા પૂજ્ય જલારામ બાપાની ઝાંખી રજૂ કરવામાં આવશે.
સોમવાર તા. ૧૬ ના રોજ જલારામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીંના જલારામ મંદિર ખાતે સવારે ૮ વાગ્યે જલારામ બાપાની આરતી તેમજ સવારે ૬:૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી અન્નકૂટના દર્શન થશે. આ વચ્ચે સવારે ૯:૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ તથા ૧૨:૩૦ વાગ્યે જલારામભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે શ્રી જલારામ સત્સંગ મંડળ (અન્નક્ષેત્ર)ના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત આ શોભાયાત્રા સોમવારે બપોરે ૪ વાગ્યે અહીંના જલારામ મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે. જે વિવિધ રાજમાર્ગો પર ફરી, બેઠક રોડ પર નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. વાજતે-ગાજતે આ શોભાયાત્રાનું માર્ગમાં વિવિધ મંડળો, દુકાનદારો દ્વારા સ્વાગત, સન્માન કરાશે.
ખંભાળિયા લોહાણા મહાજનના વડપણ હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમોમાં નવી લોહાણા મહાજન વાડી ખાતે સોમવારે બપોરે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભજન (સારસ્વત માસ્તાન) યોજવામાં આવ્યું છે. જ્યારે સાંજે ૬:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી રઘુવંશી જ્ઞાતિના બહેનો માટે તેમજ રાત્રે ૮:૪૫ થી ૧૦:૩૦ વાગ્યા સુધી જ્ઞાતિના ભાઈઓ માટે સમૂહ પ્રસાદ (નાત)નું પણ સુંદર આયોજન કરાયું છે. આ સમગ્ર આયોજનો માટે લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, જ્ઞાતિની વિવિધ સેવા સંસ્થાઓ, હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ખભેખભા મિલાવીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
