ખંભાળિયાના ભાડથર ગામે યુવાનની પિતરાઈ ભાઈ દ્વારા કરપીણ હત્યા
સાતેક વર્ષથી જમીનના ભાગ અંગે ચાલતા વિવાદ બાબતે ધારીયા વડે ઢીમ ઢાળી દીધું : ગામમાં ભારે ચકચાર
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે જમીનના ભાગ બાબતે છેલ્લા સાતેક વર્ષથી ચાલતા વિવાદ બાદ ગઢવી યુવાનની લોખંડના ધારિયા વડે તેમના જ પિતરાઈ ભાઈ દ્વારા કરપીણ હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતા એસપી તથા એલીસીબીની ટુકડી દોડી ગઇ હતી અને ફરીયાદ અનુસંધાને તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે, હત્યાના બનાવે તાલુકામાં ભારે ચકચાર જગાવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે ખંભાળિયાથી આશરે ૨૦ કિલોમીટર દૂર ભાડથર ગામે ખાટલા ડુંગર વાડી વિસ્તારમાં માતા લાખીબેન કારાભાઈ પુનાભાઈ અવસુરા સાથે રહેતા ભોલાભાઈ કારાભાઈ અવસુરા (ઉ.વ. ૪૦) ના ધર્મપત્ની જુમાબેન તેઓના પુત્ર સાથે છેલ્લે આશરે ૧૭ વર્ષથી ભટ્ટગામ ખાતે રીસામણે છે. આજથી આશરે સાતેક વર્ષથી ભોલાભાઈ તથા તેમના પિતરાઈભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરાને જમીન બાબતે વિવાદ ચાલ્યો આવતો હતો. આ વચ્ચે આજથી આશરે એક વર્ષ પૂર્વે ભોલાભાઈને આરોપી નાથાભાઈએ માર માર્યો હતો.
ગઈકાલે સાંજે આશરે છ વાગ્યાના સમયે આ માતા-પુત્ર ઘરે હતા, ત્યારે ભોલાભાઈ તેમના ઘર પાસે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. ત્યાં આરોપી નાથા લખમણ અવસુરા લોખંડના તીક્ષણ ધારીયા સાથે આવ્યો હતો અને ભોલાભાઈને બિભત્સ ગાળો ભાંડી હતી અને કહ્યું હતું કે આજે તો તને મારી જ નાખવો છે.
આ દરમિયાન તેમના માતા લાખીબેન વચ્ચે પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા આરોપી નાથાએ ભોલાભાઈને માથામાં તેમજ પગના ભાગે લોખંડના ધારિયાના બેફામ ઘા ઝીંકી દેતા તેઓ લોહી લુહાણ હાલતમાં આ સ્થળે ફસડાઈ પડ્યા હતા. આ બઘડાટી દરમિયાન તેઓના પરિવારજનો અહીં દોડી આવ્યા હતા. જેથી આરોપી નાથા લખમણ અવસુરા નાસી છૂટ્યો હતો. મૂર્છિત અવસ્થામાં અને લોહી લોહાણ હાલતમાં ભોલાભાઈને મોટરકાર મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકના માતા લાખીબેન કારાભાઈ પુનાભાઈ અવસુરા (ઉ.વ. ૬૦) દ્વારા પોતાના પુત્ર ભોલાભાઈને આરોપી એવા તેમના જેઠના દીકરા નાથા લખમણભાઈ અવસુરાએ જમીનના ભાગ પાડવા બાબતે ચાલ્યા આવતા મનદુ:ખનો ખાર રાખીને લોખંડના ધારિયા વડે જીવલેણ ઈજાઓ પહોંચાડી, તેમની હત્યા કરવા સબબ ખંભાળિયા પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ એલ.સી.બી.ની પોલીસ અને ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી લેવા માટેના માટેની તજવીજ હાથ ધરી છે. કરપીણ હત્યાના આ બનાવે નાના એવા ભાડથર ગામમાં ભારે ચર્ચા જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
