જામનગર: લાલપુરના ટેભડામાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : બે શખ્સ ઝબ્બે
પવનચકકીના લોકેશનમાંથી વાયર લઇ ગયા : ૩૩ હજારનો મુદામાલ કબ્જે
લાલપુર તાલુકાના ટેભડા ગામમાં પવનચકકીના લોકેશનમાંથી કોપર કેબલની ચોરી થઇ હતી જેનો ભેદ ગણતરીનો કલાકોમાં સ્થાનીક પોલીસે ઉકેલી નાખ્યો છે, બે શખ્સોને કુલ ૩૩ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી હતી.
લાલપુર ઇન્ચાર્જ પીઆઇ એ.જી જાડેજાની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડીટેક ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ગત તા. ૫-૧૧-૨૬ના રોજ ટેભડા ગામ પવનચકકી લોકેશન નં. ૪૦૧, ૪૦૨, ૪૦૩ના લોકેશનમાંથી પવનચકકીની અંદર મશીનમાં જતો અર્થિગનો કોપર કેબલ વાયર આશરે ૩૦ મીટરનો કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય.
જે વણશોધાયેલ ગુનો શોધી કાઢવા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તા. ૧૫-૧૧ના પો.હેડ કોન્સ. મનહરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, પો.કોન્સ દિવ્યેશભાઇ ભીંભા, અરજણભાઇ ચાવડા તથા વિજયભાઇ કરંગીયીયાને સંયુકત રીતે ખાનગી રાહે હકીકત મળેલ કે આ ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ગોદાવરી ગામના પાટીયેથી બે ઇસમ સુઝુકી એકસેસ લઇને નીકળનાર છે.
તે ચોકકસ હકીકત આધારે આરોપી હાજી આદમ ખફી રહે. મસીતીયા ગામ દરગાહ પાસે જામનગરવાળો તથા ઇરફાન અબ્બાસ ખફી રહે. મસીતીયાવાળાને પકડી પુછપરછ કરતા એક પ્લાસ્ટીકના બાચકામાં ૧૫૦ એમ.એમ. ના કોપર વાયર અલગ અલગ ટુકડા જેની કિ. ૧૮ હજાર, તાણીયુ કિ. ૫૦ તથા ચોરીના કામે એકસેસ મોટરસાયકલ નં. જીજે૧૦એકે-૭૬૭૩ કિ. ૧૫ હજાર મળી કુલ ૩૩.૦૫૦નો મુદમાલ કબ્જે કરી વધુ તપાસ અર્થે કબ્જે કરી ગુનો ડીટેકટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
