દેવભૂમિ દ્વારકા: ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલો આરોપી ઝડપાયો

  • November 14, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ચેક બાઉન્સ કેસમાં બે વર્ષની સજા પામેલો આરોપી ઝડપાયો

છ મહિનાથી ફરાર અક્ષય ચાપડાને ખંભાળિયા પોલીસે પકડી જામનગર જિલ્લા જેલમાં મોકલ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસે ચેક બાઉન્સના કેસમાં છ મહિનાથી ફરાર આરોપી અક્ષયભાઈ જમનભાઈ ચાપડાને પકડ્યો છે. આ કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ નોંધાયો હતો.
ખંભાળિયા કોર્ટે અક્ષયભાઈ ચાપડાને બે વર્ષની સાદી કેદ અને રૂ. ૧.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો. જોકે, તે કોર્ટમાં હાજર થયો ન હોવાથી ફરારી જાહેર કરાયો હતો. દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના પર ખંભાળિયા પોલીસની ટીમે તેને પકડી લઇ જામનગર જિલ્લા જેલમાં મોકલી આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application