જામનગરમાં નેત્રમ શાખાની સરાહનીય કામગીરી: 15 લાખના 11 તોલા સોનાના દાગીના ગણતરીના કલાકોમાં પરત અપાવ્યા

  • October 26, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નેત્રમ શાખાની સરાહનીય કામગીરી: 15 લાખના 11 તોલા સોનાના દાગીના ગણતરીના કલાકોમાં પરત અપાવ્યા

જામનગરમાં ચાંદીબજારમાંથી ખરીદી કરીને ઘરે પરત ફરતી વખતે ખોવાયેલી આશરે રૂ. 15 લાખની કિંમતની 11 તોલા સોનાના દાગીના ભરેલી થેલી નેત્રમ શાખાએ CCTV કેમેરાની મદદથી શોધી કાઢી અરજદારને પરત અપાવી હતી.

આશાબેન ભવાનભાઈ કણઝારીયા નામની મહિલા ચાંદીબજારમાં ખરીદી કરવા ગયાં હતાં. પરત ફરતી વખતે ઓશવાળ સર્કલ પાસે તેમની સોનાના દાગીના ભરેલી થેલી પડી ગઈ હતી. જેમાં સોનાનો હાર અને એક બ્રેસલેટ હતાં.

મહિલાની અરજીના આધારે નેત્રમ શાખાના PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ સ્થળોના CCTV કેમેરા તપાસ્યા હતા. તપાસ દરમિયાન ઓશવાળ સર્કલ પાસે થેલી પડી હોવાનું અને એક રિક્ષાચાલકે તે ઉપાડી હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે RTO ડેટામાંથી રિક્ષાચાલકનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે રિક્ષાચાલક પાસેથી સોનાના દાગીના ભરેલી થેલી મેળવી ગણતરીના કલાકોમાં મહિલાને પરત અપાવી હતી.

આ કામગીરી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના હેઠળ નેત્રમ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. CCTV સર્વેલન્સની મદદથી કિંમતી દાગીના પરત મળતાં અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application