ખંભાળીયા: વાયર ચોરીના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી

  • November 17, 2026 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: વાયર ચોરીના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીને પકડી પાડતી દ્વારકા એલસીબી 

દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા અંગે જરૂરી સુચના કરેલ હોય, જે અન્વયે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.જોશીની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ દ્વારા વર્કઆઈટ કરવામાં આવેલ.

તે દરમ્યાન એએસઆઇ જેસલસિંહ જાડેજા તથા હેડ કો. લાખાભાઇ પીંડારીયાને  બાતમી મળેલ કે દ્વારકા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબના ગુનાના કામના રવિ સુનિલ મકવાણા (રહે. ગોરધનપર પાટીયા, જામનગર) કૌશલ સુનિલ મકવાણા (રહે. ગોરધનપર પાટીયા જામનગર) નામના નાસતા ફરતા આરોપીઓને ખંભાળીયા ખાતેથી હકીકત આધારે કબજા હેઠળ લઇ આગળની કાર્યવાહી અર્થે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application