જામનગરમાં હજારો લીટર પાણીના વેડફાટ સબબ કોન્ટ્રાક્ટરને નોટીસ
જામનગર જિલ્લામાં ઓછા વરસાદના કારણે જળસંકટની સ્થિતિ સર્જાઈ છે અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે પાણીના એક-એક ટીપાની બચત કરવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પાણીનો બગાડ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી શ કરવામાં આવી છે. જેના ભાગપે દિવાળીના તહેવાર દરમિયાન શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના પાણીના સંપ પરથી લાખો લિટર શુદ્ધ પાણીનો બગાડ થવાની ઘટના સામે આવતાં તંત્ર દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર રાધે બિલ્ડર્સને નોટિસ ફટકારવામાં આવી છે અને પેનલ્ટી સહિતની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શ કરાઈ છે.
દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં દિગ્જામ સર્કલ સ્થિત પાણીના સંપ પર ફરજ બજાવતા કર્મચારીની બેદરકારીને કારણે પાણીનો ટાંકો સતત ઓવરફ્લો થતો રહ્યો હતો. ફરજ પરનો કર્મચારી ઊંઘી ગયો હોવાના કારણે સંપમાં પાણીનો ભરાવો થતો રહ્યો હતો અને પાણી સંપની બહાર પણ રેલાવા લાગ્યું હતું. જોતજોતામાં શુદ્ધ પાણીનો પ્રવાહ મુખ્ય માર્ગ સુધી પહોંચી જતાં રસ્તા પર પાણીનું ઝરણું વહેતું હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. મધરાતના સમયે જાહેર માર્ગ પર પાણીનો ધોધ વહેતો જોઈને રાહદારીઓ અને સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. એક તરફ પાણીની અછત વચ્ચે નાગરિકોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકારી તંત્રની વ્યવસ્થામાં આવી બેદરકારીના કારણે મોટા પ્રમાણમાં પીવાલાયક પાણી વેડફાતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ બેદરકારી સબબ મનપાએ પાણીના સંપ પર ફરજ બજાવતા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત હોવાનું સામે આવતાં જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે સંબંધિત કોન્ટ્રાક્ટર રાધે બિલ્ડર્સને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. સાથોસાથ પેનલ્ટી સહિતની કાર્યવાહી કરવાની દિશામાં પણ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application