જામનગર: લતીપર ગામના ગોડાઉનમાંથી ૪૦ મણ કપાસની થઇ ચોરી

  • November 21, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લતીપર ગામના ગોડાઉનમાંથી ૪૦ મણ કપાસની થઇ ચોરી

તાળુ તોડી અજાણ્યા શખ્સો ૭૨ હજારનો માલ લઇ ગયા : પોલીસ દ્વારા કરાતી તપાસ

ધ્રોલ તાલુકાના લતીપર ગામથી આગળ આવેલા ગોડાઉનના તાળા તોડીને અજાણ્યા શખ્સો ૪૦ મણ કપાસનો જથ્થો ચોરી કરી ગયાની ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે તપાસ હાથ ધરી છે.
​​​​​​​
ધ્રોલના લતીપર ગામમાં આવેલી રામાણી શેરીમાં રહેતા ખેડુત હિતેશ અરજણભાઇ રામાણી (ઉ.વ.૪૧) નામના યુવાને અજાણ્રયા શખ્સો સામે ચોરી કરી ગયાની ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​
વિગત મુજબ ફરીયાદીની વાડી લતીપરથી પીઠડ રસ્તે આવેલી છે, જયાં બંધ ગોડાઉનના દરવાજાના તાળા તોડીને અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા અને ગોડાઉનમાં રાખેલ આશરે ૪૦ મણ કપાસ જેની કિ. ૭૨ હજાર થાય છે તેની ચોરી કરીને લઇ ગયા હતા. ફરીયાદના આધારે પીઆઇ ખાચર અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application