જામનગર: ધોરીવાવના ગણેશનગરમાં આધેડ પર જીવલેણ હુમલો

  • November 20, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધોરીવાવના ગણેશનગરમાં આધેડ પર જીવલેણ હુમલો

જુની અદાવતમાં સળીયા વડે માર માર્યો : બે સામે ફરીયાદ

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ધોરીવાવના ગણેશનગરમાં જુની અદાવતનો ખાર રાખીને એક આધેડ પર સળીયા વડે હુમલો કરી જીવલેણ ઇજા પહોચાડવામાં આવી હતી, આ મામલે અહીં રહેતા બે સામે ફરીયાદ કરવામાં આવી છે, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. 

રણજીતસાગર રોડ પર ધોરીવાવના ગણેશનગરમાં રહેતી ચંપાબેન ગોવિંદભાઇ મકવાણા (ઉ.વ.૫૦) નામની મહિલાએ ગઇકાલે પંચકોશી-બીમાં ધોરીવાવ ગણેશનગરમાં રહેતા પુના કાનાભાઇ ખરા અને રાજીબેન પુના ખરાની વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

આ અંગેની વિગત મુજબ આરોપીઓની પુત્રી એકાદ વર્ષ પહેલા ભાગીને ફરીયાદીના પાડોશી સતિષ ગુલાબભાઇ પરમાર સાથે લગ્ન કરી લીધેલા હોય જેથી આરોપીઓ અને તેના પરિવાર સતિષના દાદા તથા દાદી જે વયોવૃઘ્ધ હોય તેઓ સાથે ઝઘડો અને તકરાર કરતા હતા.

વૃઘ્ધ દંપતિ સાથે આરોપી તકરાર કરતા હોય જેથી ફરીયાદીના પતિ વચ્ચે પડી દંપતિને બચાવતા હોય જે આરોપીઓને ગમતુ ન હોય ત્યાર બાદથી આ બાબતે બદલો લેવા આરોપીઓ અવાર નવાર ફરીયાદીના પતિ તથા તેમના પરિવાર સાથે બોલાચાલી અને ઝઘડો કરતા હોય આ કારણ સબબ ગઇકાલે સવારે ઉપરોકત બંને આરોપીઓએ મળી આધેડને મારી નાખવાના ઇરાદે આરોપી પુનાએ લોખંડના સળીયા વડે હુમલો કરી માથામાં કાનની પાછળના ભાગે ઘા ઝીંકી પછાડી દઇ સળીયા વડે આડેધડ મુંઢ માર માર્યો હતો જેમાં આધેડને હેમરેજ જેવી જીવલેણ ગંભીર ઇજા પહોચાડી હતી અને ઇજા પામનાર તથા તેના પરિવારને અપશબ્દો બોલી એકબીજાને મદદગારી કરી હતી.

ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે ફરીયાદ અનુસંધાને પંચ-બીના પીએસઆઇ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application