જામનગર જિલ્લાના તળાવો ઊંડા કરવા જાન્યુઆરી માસથી જ મંજૂરી આપવા જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાને કારણે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે જિલ્લાના તમામ નાના-મોટા ચેકડેમો હાલ સાવ ખાલીખમ પડેલા છે. આ ગંભીર પરિસ્થિતિ અને જિલ્લાના ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન ડી. જીવાણીએ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને પત્ર પાઠવીને તળાવો ઊંડા કરવાના કામોની વહેલી મંજૂરી આપવા માંગ કરી છે.
સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુજલામ-સુફલામ્ યોજના અંતર્ગત માર્ચ મહિનામાં તળાવો ઊંડા કરવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે, જિલ્લા પંચાયત પ્રમુખે ખેડૂતોના હિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે જો આ વર્ષે માર્ચને બદલે જાન્યુઆરી માસથી જ તળાવો ઊંડા કરવાની મંજૂરી આપવામાં આવે, તો ચોમાસા પહેલા વધુમાં વધુ તળાવો ઊંડા થઈ શકશે અને તેનાથી આગામી વર્ષે વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાશે. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા માટે તેમણે મંત્રીને રજૂઆત કરી છે તેમજ આ પત્રની નકલ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પણ રવાના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
