જામનગર: સૌરાષ્ટ્રના આદિજાતિ સમુદાયને સરકારી યોજનાઓનો લાભ આપવા માંગ
ગીર, બરડા અને આલેચ પંથકના આદિજાતિ (માલધારી તથા સ્થાનિક આદિજાતિ) સમુદાયને થતા અન્યાય બાબતે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત
થોડાક દિવસો પહેલા જ ભગવાન બિરસા મુંડાજીની જયંતિની રાજયમાં ઠેર ઠેર ઉજવણી કરાઇ હતી તેમજ સરકાર દ્વારા આદિજાતિને સર્વાંગી વિકાસની વાતો કરી પરંતુ હાલ વાસ્તવિકતા કાંઇક અલગ જ છે, જામજોધપુર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને સરકારની કેટલીક યોજનાનો લાભ મળતો નથી અને તેમની સાથે અન્યાય થાય છે તે ઘ્યાને લઇ જામજોધપુર-લાલપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી થતા અન્યાય વિરૂદ્ધ કેટલીક માંગો કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે હાલમાં જ રાજ્ય સરકારે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે રાજ્યવ્યાપી ભવ્ય કાર્યક્રમો યોજીને આદિજાતિ ઉત્કર્ષ અને તેમના સર્વાંગી વિકાસની મોટી-મોટી વાતો કરી છે. પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં જે-જે યોજનાઓનો લાભ આદિજાતિના લોકોને મળે છે તે લાભ મારા મતવિસ્તાર જામજોધપુર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચ ડુંગરાળ અને જંગલ ક્ષેત્રમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળતો નથી. રાજ્યના ૧૪ જિલ્લાઓના આદિજાતિ વિસ્તારોની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને એમાય ખાસ કરીને ગીર, બરડા અને આલેચના આદિજાતિ સમુદાયના લોકોને સરકારી યોજનાઓનો પૂરતો લાભ મળતો નથી અને વિકાસના પ્રવાહમાં તેમને સતત હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે, જે અત્યંત ચિંતાનો અને ગંભીર વિષય છે.
ગીર, બરડા અને આલેચના આદિજાતિના લોકોને જે યોજના અંતર્ગત લાભો મળતા નથી જેમાં રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આદિજાતિ વિસ્તારોમાં રસ્તા, સિંચાઈ, ચેકડેમ, વીજળી અને પાયાની સુવિધાઓ માટે પ્રાયોજના વહીવટદાર હસ્તક કરોડો રૂપિયાની સીધી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે બરડા, આલેચ અને ગીરના નેસડાઓમાં વસતા આદિજાતિ પરિવારો આજે પણ પાકા રસ્તા, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહ્યા છે.
ગીર, બરડા અને આલેચ પંથકના આદિજાતિ પરિવારોનો મુખ્ય વ્યવસાય જ પશુપાલન છે. આમ છતાં, આદિજાતિ વિભાગની આ અત્યંત ઉપયોગી યોજનાજેના હેઠળ દૂધાળા પશુઓ ખરીદવા ૫૦% થી ૭૫% સુધીની સબસિડી મળે છેતે માત્ર ગુજરાતના ૧૪ જિલ્લાઓ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર તેમજ ગીર, બરડા અને આલેચના પશુપાલકો સાથે મોટો અન્યાય છે.રાજ્યના ૧૪ જિલ્લાઓમાં વસતા આદિજાતિ ખેડૂતોને દર વર્ષે વિનામૂલ્યે બિયારણ-ખાતર કીટ, ખેતીના સાધનો અને બાગાયતી પાકો માટે મંડપ સહાય આપવામાં આવે છે, પરંતુ સૌરાષ્ટ્ર તેમજ ગીર, બરડા અને આલેચના આદિજાતિ ખેડૂતોને આ લાભ મળતો નથી.
રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આદિજાતિ વિસ્તારોમાં બાળકોના ગુણવત્તાયુક્ત અને નિવાસી શિક્ષણ માટે એકલવ્ય શાળાઓ કાર્યરત છે, જ્યારે સૌરાષ્ટ્ર તેમજ ગીર, બરડા અને આલેચના વિસ્તારમાં આવી કોઈ નિવાસી શાળા ન હોવાથી સ્થાનિક વિદ્યાર્થીઓ ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહે છે.
સૌરાષ્ટ્રમાં આદિજાતિ વિકાસ વિભાગની તાલુકા કે જિલ્લા કક્ષાની સ્વતંત્ર કચેરીઓ ન હોવાથી, વ્યક્તિગત યોજનાઓ (જેમ કે શિષ્યવૃત્તિ, માનવ ગરિમા કીટ, કુંવરબાઈનું મામેરું, આવાસ સહાય વગેરે) ની અરજી અને પૂછપરછ માટે ગરીબ પરિવારોને છેક રાજકોટ કે જૂનાગઢ સુધી આર્થિક ખર્ચ કરીને ધક્કા ખાવા પડે છે. તેમ આપના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
