જામનગરમાં જીવનજરૂરી દૂધમાં પણ ભેળસેળ, ૧૭૦ લીટરનો નાશ
દરોડા: જામ્યુકોની ઝુંબેશ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં સમાન
દૂધ-ઘીના ૬૪ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા: દૂધ ઉત્પાદકો, વિક્રેતાઓ, ૧૦થી વધુ આઈસ્ક્રીમ પાર્લરોમાં તપાસ
જામનગરમાં જીવનજરૂરી દૂધમાં પણ ભેળસેળ ખૂલતા શંકાસ્પદ ૧૭૦ લીટર દૂધનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. દૂધ ઉત્પાદકો, વિક્રેતાઓ તથા ૧૦થી વધુ આઇસક્રીમ પાર્લરોમાં તપાસ કરી દૂધ-ઘીના ૬૪ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. કાલાવડ પંથકમાં નકલી દૂધના કૌંભાડના પર્દાફાશ બાદ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાંની જેમ જામ્યુકોની ફુડ શાખાની મેગા ચેકીંગ ઝુંબેશથી અનેક સવાલ ઉભા થયા છે.
જામનગર તાલુકાના કાલાવડ પંથકમાંથી નકલી દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ થયા બાદ જામનગર શહેરમાં પણ ભેળસેળયુક્ત દૂધ અને ઘી વેંચાણની ફરિયાદોને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. ફૂડ શાખાની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ સુધી શહેરમાં સઘન ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન છ ફૂડ સેફ્ટી ઓફિસરો અને ત્રણ લેબોરેટરી ટેકનિશિયનો સહિતની ટુકડીઓ બનાવી દૂધના પ્રવેશથી માંડીને વિક્રેતાઓ સુધી તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ ઝુંબેશના પ્રથમ દિવસથે શહેરમાં પ્રવેશતા દૂધના વાહનો, દૂધ વિક્રેતાઓ તેમજ દૂધનું ઉત્પાદન કરતા પશુપાલકોને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન દૂધના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દીવસે શહેરના દૂધ ઉત્પાદકો અને દૂધ ઘી ના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ગઇકાલે ખોડિયાર કોલોની વિસ્તારમાં ફૂડ વિભાગની ટીમે ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. ત્રણ દિવસની ઝુંબેશ દરમિયાન કુલ ૬૪ દૂધ અને ઘી ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પરીક્ષણ માટે જામનગર નજીક ઢીચડામાં આવેલી ૧૦ નમૂનાઓ વધુ ચકાસણી માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ દૂધની ગુણવત્તા અને તેમાં કોઈ પ્રકારની ભેળસેળ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થશે.
ચેકિંગ દરમ્યાન દૂધની ગુણવત્તાની ખાસ ઇન્ડિ ફોર્ષ મશીન દ્વારા તપાસમાં પાણી સહિતની અન્ય વસ્તુઓની ભેળસેળની આશંકાને લઈને સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આશરે ૧૭૦ લિટર દૂધમાં પાણી સહિતની ભેળસેળ હોવાનું ખૂલતા સ્થળ પર જ તેનો નાશ કરાવ્યો હતો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હાઈવે પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ સહિતના ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોએ પણ તપાસ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. શહેરનાં ૧૦થી વધુ આઈસ્ક્રીમ પાર્લરોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વેપારીઓને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવી ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દૂધ વિક્રેતાઓ, આઇસક્રીમ પાર્લરોના નામ જાહેર ન કરાતા અનેક સવાલ:
જામનગર મહાનગરપાલીકાએ સતત ત્રણ દીવસ સુધી મેગા ચેકીંજ ઝુંબેશ હાથ ધરી દૂધ ઉત્પાદકો, વિક્રેતાઓ, આઇસક્રીમ પાર્લરોમાં તપાસ કરી હતી. શંકાસ્પદ ૧૭૦ લીટર દૂધનો નાશ કરાયો હતો. પરંતુ મનપાની ફુડ શાખા દ્વારા કયાં કયાં દૂધ ઉત્પાદકો, વિક્રેતાઓ અને આઇસક્રીમ પાર્લરોમાં તપાસ કરવામાં આવી, કયાં ઉત્પાદક કે વિક્રેતાના શંકાસ્પદ જથ્થાનો નાશ કરાયો, દૂધમાં પાણી સહીત અન્ય કંઇ વસ્તુની ભેળસેળ હતી તેની વિગતો જાહેર ન કરાતા કામગીરી સામે અનેક સવાલ અને શંકા ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
