જામનગર જિલ્લામાં દુકાળ ખેડૂતો માટે બન્યો કાળ, રવિ વાવેતર અઘ્ધરતાલ.!
અસહ્ય ફટકો: ગત વર્ષે જિલ્લામાં ૧૪ નવેમ્બર સુધીમાં ૧૪૪૪૪ હેકટરમાં રવિપાકના વાવેતર સામે ચાલુ વર્ષે શૂન્યવકાશની સ્થિતિ, ખેડૂતોમાં ભારે મૂંઝવણ અને ચિંતા
પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો પણ ખેતરોમાં કૂવા-બોરના તળ સજીવન રહેશે કે કેમ તેની વિમાસણમાં: વાવેતર ઓછું થતાં ઘઉં,ચણા,જીરૂ સહીતના પાકના ભાવ ભડકે બળવાની ભીતિ
જામનગર જિલ્લામાં દુકાળ ખેડૂતો માટે કાળ સમાન બન્યો છે. કારણ કે, ગત વર્ષે જિલ્લામાં ૧૪ નવેમ્બર સુધીમાં ૧૪૪૪૪ હેકટરમાં રવિ પાકનું વાવેતર થઇ ચૂકયું હતું. જેની સામે ચાલુ વર્ષે શૂન્યવકાશની સ્થિતિ પ્રર્વતી રહી હોય ખેડૂતો ભારે મૂંઝવણ અને ચિંતામાં મૂકાયા છે. આટલું જ નહીં પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો પણ ખેતરોમાં કૂવા-બોરના તળ સજીવન રહેશે કે કેમ તેની વિમાસણમાં છે. ચાલુ વર્ષે દુકાળના કારણે રવિ પાકનું વાવેતર ઓછું થતાં ઘઉં, ચણા,જીરૂ સહીતના પાક ભડકે બળવાની ભીતિ નકારી શકાતી નથી.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થતાં સરકાર દ્વારા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં દુકાળની માઠી અસરના વરવા દ્રશ્યો અત્યારથી જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જળસંકટ દીન-પ્રતિદિન ખૂબજ ઘેરૂ બની રહ્યું છે.
દુષ્કાળની સૌથી ખરાબ અસર કૃષિ ક્ષેત્રમાં જોવા મળી છે.જામનગર જિલ્લામાં સામાન્ય રીતે ૧૫ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં રવિ એટલે કે શિયાળુ પાકનું વાવેતર થતું હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું છે. ગત વર્ષે ૧૪ નવેમ્બર સુધીમાં જિલ્લામાં ૧૪૪૪૪ હેકટરમાં રવિ પાકનું વાવેતર થયું ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી જિલ્લામાં રવિ પાકના વાવેતરના શ્રીગણેશ ન થયાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. જેનું મુખ્ય કારણ દુષ્કાળ અને પાણીની અછત છે. હાલમાં તો પિયતની સુવિધા ન હોય અને પાણી વગર રવિ પાકનું વાવેતર કેમ કરવું તે અંગે ખેડૂતો ભારે ચિંતા અને મૂંઝવણ અનુભવી રહ્યા છે.
જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્વના સીનીયર વૈજ્ઞાનિક અને હેડ કાંતિભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે, અપૂરતા વરસાદના કારણે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામાં કૃષિક્ષેત્રે પાણીની મોકાણના કારણે રવિ પાકના વાવેતરને ખૂબજ માઠી અસર થઇ છે. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના કારણે ચોમાસુ પાકનું વાવેતર મોડું થયું હોય હજુ અમુક ખેડૂતોના ખેતરોમાં મગફળી ઉભી હોય ઉતારો બાકી છે. આથી રવિ વાવેતરમાં પણ વિલંબની શકયતા છે. જો કે, ચાલુ વર્ષે રવિ પાકનું વાવેતર નજીવું થવાની શકયતા છે.કારણ કે, મોટા ભાગના ખેડૂતો પાસે પિયતની સુવિધા નથી. જયારે જે ખેડૂતો પાસે પિયતની સુવિધા છે તે સાહસ કરીને જીરૂનું વાવેતર કરી રહ્યા છે. જેથી એક વખત પિયત આપી જીરૂનો પાક લઇ શકાય. પરંતુ એક હકીકત એ પણ છે કે, જે ખેડૂતોના ખેતરોમાં કૂવા-બોરમાં પાણી છે તેઓ પણ ભારે મૂંઝવણમાં છે. કારણ કે, વરસાદમાં ભારે ઘટથી ખેતરોમાં આવેલા કૂવા-બોરના તળ સાજા રહેશે કે કેમ તે અનિશ્ર્ચિત હોય રવિ પાકનું વાવેતર કરવામાં ભારે દ્વિધા અનુભવી રહ્યા છે.
આથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો થશે તેમાં બેમત નથી. જેના કારણે, ઘઉં, ચણા, જી, શાકભાજી સહીતના પાકના ભાવ ભડકે બળવાની ભીતિ પણ નકારી શકાતી નથી. આથી આગામી દીવસોમાં ખેડૂતોની સાથે સામાન્ય નાગરિકોને મોંઘવારીમાં વધુ એક માર પડવાની શકયતા છે.
ચાલુ વર્ષે શિયાળામાં શાકભાજીના ભાવ સસ્તા નહીં મોંઘાની શકયતા:
સામાન્ય રીતે દર વર્ષે વરસાદ સારો થતાં શિયાળામાં શાકભાજીની ધૂમ આવકના કારણે ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં બજારમાં ખૂબજ સસ્તા ભાવે મળે છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદના અભાવે દુકાળગ્રસ્ત જામનગર જિલ્લામાં શાકભાજીના પાકનું વાવેતર અને ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો છે. આથી દર વર્ષની જેમ આ વર્ષે શિયાળામાં શાકભાજી સસ્તા ભાવે નહીં મોંધા બનવાની પૂરેપૂરી શકયતા છે.
ગત વર્ષે જામનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર(તા.૧૪-૧૧ની સ્થિતિ):
તાલુકો ઘઉં ચણા રાઇ જીરૂ ધાણા શાકભાજી ઘાસચારો
ધ્રોલ ૫૦ ૮૫ ૪૦ ૪૦ ૩૫ ૦૦ ૩૦
જામજોધપુર ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
જામનગર ૧૨૮૬ ૧૩૬૪ ૨૬૨ ૧૧૯૪ ૧૨૬ ૧૩૮૨ ૨૬૨૨
જોડીયા ૫૦ ૨૫૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
કાલાવડ ૨૨૫ ૧૮૬૪ ૦૦ ૧૭ ૦૦ ૩૪ ૦૦
લાલપુર ૬૧ ૮૭૬ ૦૦ ૮૦ ૦૫ ૦૦ ૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
