દેવ દિવાળીએ દ્વારકામાં ભકતોનો મહાસાગર: કાળિયા ઠાકોરને મનમોહક પુષ્પ શણગાર
જગત મંદિરને ૫ હજાર કિલો ફુલોથી કરાયા અદભૂત શણગાર: શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રુકમણી મંદિર અને મોમાઈ ધામ સહિતના સ્થળો પર પ્રવાસીઓ ઉમટયા
યાત્રાધામ દ્વારકામાં કારતક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિક્રમ સંવત ૨૦૮૩ની પ્રથમ પૂર્ણિમાના અવસરે ભગવાન દ્વારકાધીશના દર્શન અને પવિત્ર ગોમતી સ્નાનનો લાભ લેવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ જગતમંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.છપ્પન સીડીઓથી સ્વર્ગ દ્વાર મારફતે મંદિરમાં પ્રવેશી ભાવિકોએ કાળિયા ઠાકોરના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
યાત્રાધામ દ્વારકામાં દેવ દિવાળીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે જગતમંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી દ્વારકાધીશજીને આશરે ૫૦૦૦ કિલો વિવિધ રંગો અને સુગંધ ધરાવતા ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ અલૌકિક શણગારથી સમગ્ર મંદિર પરિસર જાણે પુષ્પધામમાં પરિવર્તિત થયું હોય તેવો નયનરમ્ય નજારો સર્જાયો હતો.
ભગવાનના આ વિશેષ શણગાર માટે ગુલાબ, ગલગોટા, ઓર્કિડ, મોગરો, જરબેરા સહિત અનેક જાતનાં તાજાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશ-વિદેશમાંથી લાવવામાં આવેલા આ રંગબેરંગી ફૂલો દ્વારા નિજ મંદિર ઉપરાંત મંદિરના સ્તંભો, પ્રવેશદ્વાર અને આસપાસના સમગ્ર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. ફૂલોની મનમોહક સજાવટ અને તેની સુવાસથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દેવ દિવાળીના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. કાળિયા ઠાકોરના મનમોહક પુષ્પ શણગારના દર્શન કરી ભક્તોએ ભાવવિભોર બની ધન્યતાની લાગણી અનુભવી હતી. પર્વ નિમિત્તે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર વહીવટી તંત્ર તથા પૂજારી પરિવાર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.
કારતક પૂર્ણિમાના દિવસે ગોમતી સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી વહેલી પરોઢથી જ ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ પવિત્ર ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી લગાવી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સવારે છ વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ મંગળા આરતીથી દર્શનનો પ્રારંભ થયો હતો. મંગળા આરતીથી બપોરના અનોસર સુધી તેમજ સાંજના ઉત્થાપનથી શયન સુધી ઠાકોરજીના વિવિધ દર્શનનો લાભ લેવા ભક્તોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર ખાતે પણ ભાવિકોની ભારે અવરજવર જોવા મળી હતી.
દેવ દિવાળીના પાવન પર્વને અનુલક્ષીને જગતમંદિરમાં રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો હતો. મંદિરના નિજમંદિર સહિત સમગ્ર પરિસરને અંદાજે ૫૦૦૦ કિલોગ્રામ વિવિધ રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું. બહારથી ખાસ મંગાવવામાં આવેલા ગુલાબ, ગલગોટા, ઓર્કિડ, મોગરા અને જરબેરા સહિતના તાજા ફૂલોથી મંદિરના સ્તંભો, પ્રવેશદ્વાર અને અન્ય સ્થળોએ મનમોહક સજાવટ કરવામાં આવી હતી. ફૂલોની આ ભવ્ય સજાવટથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને અલૌકિક આભાથી ઝળહળી ઊઠ્યું હતું. ભગવાનના આ અદભુત પુષ્પ શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
કારતક સુદ પૂર્ણિમાના વિશેષ અવસરે જગતમંદિરમાં વિશિષ્ટ શૃંગાર મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ રાજાધિરાજ દ્વારિકાધીશના મનોહર સ્વરૂપનાં દર્શન કરી ભાવવિભોર થયા હતા. સાંજના સમયે મંદિર ખાતે વિશિષ્ટ દીપમાલા દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે દેવ દિવાળીના પર્વની ભવ્યતા વધુ વધી હતી. મંદિર વહીવટી તંત્ર અને વારાદાર પૂજારી દ્વારા દર્શનાર્થીઓની સુવિધા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.
માત્ર જગતમંદિર જ નહીં, પરંતુ દ્વારકા દર્શન સર્કિટનાં અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. શિવરાજપુર બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રુકમણી મંદિર અને મોમાઈ ધામ બીચ સહિતનાં સ્થળોએ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ભાવિકોએ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે પ્રવાસીઓએ દ્વારકાના રમણીય દરિયાકિનારા અને પર્યટન સ્થળોની મુલાકાત લઈને રજાના દિવસનો આનંદ માણ્યો હતો. આમ, કારતક પૂર્ણિમા અને દેવ દિવાળીના પવિત્ર પર્વે સમગ્ર દ્વારકા પંથકમાં આસ્થા, ભક્તિ અને પ્રવાસનનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
