જામનગર: રવાણી ખિજડીયા સીમમાં નકલી ઘી બનાવવાની ફેકટરી ઝડપાઇ
૯૩૨ લીટર બનાવટી ઘી સહિત ૫.૭૭ લાખનો મુદામાલ કબ્જે : પંચકોશી-એ પોલીસનો દરોડો : ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલો લીધા : ૫૦૦ લીટર નકલી ઘીનો સ્થળ પર નાશ કરાયો
જામનગર જીલ્લામાં નકલી ખાદ્યપદાર્થોના એક પછી એક પ્રકરણો બહાર આવી રહયા છે, તાજેતરમાં કાલાવડ પંથકમાંથી ભેળસેળયુકત દુધનો જંગી જથ્થો મળી આવ્યો હતો, દરમ્યાનમાં જામનગર જીલ્લાના રવાણી ખીજડીયા સીમમાં બનાવટી ઘી બનાવવાની ફેકટરી ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે, પંચકોશી-એ પોલીસ દ્વારા દરોડો પાડી ૯૩૨ લીટર બનાવટી ઘી સહિત ૫.૭૭ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સાથે રાખી જરૂરી સેમ્પલો લીધા હતા, નકલી ફેકટરી પકડાતા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ ગેરકાયદે પ્રવૃતી સદંતર નેસ્તનાબુદ કરવા સ્પષ્ટ સુચના કરવામાં આવેલ હોય જેથી ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરપ્રવૃતીઓ શોધી કાઢવા સુચના અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પંચકોશી-એના પીઆઇ આઇ.એ. ધાસુરા તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.હેડ કોન્સ જયદિપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, ચેતનભાઇ ધાધરેટીયા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ કમલેશભાઇ ખીમાણીયાને બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર જીલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં ભરત દેશા ખીમસુરીયા, મનસુખ દેશા ખીમસુરીયા રહે બંને જામનગરવાળા પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં બનાવટી ઘી બનાવવાની કામગીરી કરે છે.
જે હકીકત આધારે સદર જગ્યાએ જઇ તપાસ કરતા મનસુખભાઇ હાજર મળી આવેલ અને પોતાની વાડીમા બનાવટી ઘી બનાવવાની ફેકટરી ચાલુ હોય અને તેમા મશીનરીથી બનાવટી ઘી બનાવવાનું કામ ચાલુ હોય જેથી સ્થળ ઉપરથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા અધિકારી ડો.આર. જે. કંડોરીયા સ્થળ પરથી હાજર ઘી નો જથ્થો ચેક કરતા ઘી બનાવટી હોય જે ઘી નો જથ્થો આશરે ૯૩૨ લીટર જેની કિ. ૫.૭૭.૮૪૦ મળી આવેલ જેમાથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ સેમ્પલો મેળવેલ હોય જેમાં ૨૦૦ એમએલના ડબ્બા નંગ ૨૧૬૦ ભરેલ હોય જેના પર કેટી બંધન કાઉસ પ્યોર ઘીના સ્ટીકર લગાવેલ જે સ્થળ પર શીલ કરવામાં આવેલ તેમજ બાકીનું આશરે ૫૦૦ લીટર બનાવટી ઘી નો જથ્થો સ્થળ પર નાશ કરીને બનાવટી ઘી અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે રહી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવટી ઘીની ફેકટરી પકડાતા ભારે ચકચાર મચી જવા પામી છે, અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ પંથકમાં બે જુદા જુદા દરોડામાં બનાવટી ભેળસેળયુકત દુધનો જંગી જથ્થો પકડાયો હતો, અગાઉ પણ નકલી ખાદ્યસામગ્રી બનાવવાનો પર્દાફાશ થઇ ચુકયો છે આમ અન્ય જીલ્લાની સાથો સાથ જામનગર જીલ્લામાં પણ નકલીની બોલબાલા જોવા મળી રહી છે, ખાસ કરીને ખાદ્યપદાર્થોમાં મિલાવટનો આ કાળો કારોબાર ધમધમી રહયો છે જેના પર તંત્ર દ્વારા ધોસ બોલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
