કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની હાલાકી: જણસી ભરેલા વાહનોની લાંબી કતારો, પસંદગીના લોકો માટે જ પ્રવેશ?
કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસી વેચવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તાલુકાના આસપાસના ગામોમાંથી જણસી ભરીને આવતા ખેડૂતોના વાહનોને યાર્ડમાં પ્રવેશ માટે બે-ત્રણ દિવસ સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.
જાગૃત ખેડૂત દ્વારા આ સમગ્ર પરિસ્થિતિનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં યાર્ડની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી ખેડૂતો સાથે ભેદભાવ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક પસંદગીના વ્યક્તિઓ માટે યાર્ડના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હોય, જ્યારે સામાન્ય ખેડૂતોને લાંબી રાહ જોવી પડતી હોવાની ચર્ચા પણ સામે આવી છે.
ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને ખેડૂતોને યાર્ડની બહાર છાપરા વગર ખુલ્લામાં પોતાની જણસી ઉતારવાની ફરજ પડતી હોવાનો આક્ષેપ છે. બીજી તરફ, વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલી જણસી સમયસર છાપરામાંથી ઉપાડવામાં આવતી ન હોવાના કારણે જગ્યા રોકાઈ રહે છે અને નવા માલની આવક કરતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેડૂતો માટે બનાવાયેલા માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોને બે-ત્રણ દિવસ સુધી હેરાન થવું પડે તો જવાબદાર કોણ? યાર્ડના સત્તાધીશો ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ લાવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરશે કે પછી ખેડૂતોની હાલાકી યથાવત્ રહેશે, તેવો સવાલ ઉઠ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
